ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના આગ્રાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 30 રૂપિયાની લિપસ્ટિકના કારણે પતિ-પત્ની વચ્ચે બબાલ થઈ હતી. લિપસ્ટિકના કારણે ઝઘડો એટલો વધી ગયો કે વાત છુટાછેડા સુધી પહોંચી ગઈ. પત્નીને 30 રૂપિયાની લિપસ્ટિક એટલી મોંઘી લાગી કે તે પિયર જતી રહી. પત્ની ઈચ્છતી હતી કે પતિ તેના માટે 10 રૂપિયા સુધીની જ લિપસ્ટિક લાવે.
ADVERTISEMENT
10ને બદલે 30 રૂપિયાની લિપસ્ટિક લાવતા ઝઘડો
પરંતુ જ્યારે પતિ 10 રૂપિયાને બદલે 30 રૂપિયાની લિપસ્ટિક લઈને આવ્યો તો પત્ની લાલઘુમ થઈ ગઈ. એટલું જ નહીં તેણે પોલીસ સ્ટેશનમાં જઈને પતિ સામે ફરિયાદ કરી દીધી. પોલીસે આ કેસને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરી દીધો છે. કાઉન્સેલિંગ સેન્ટરમાં બંનેને મનાવવાનું કામ કરવામાં આવ્યું.
2022માં થયા હતા લગ્ન
તમને જણાવી દઈએ કે, અત્માદપુર પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીના લગ્ન મથુરા જિલ્લાના મહાવનના રહેવાસી યુવક સાથે વર્ષ 2022માં થયા હતા. યુવક એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. પત્નીએ પતિ પાસે લિપસ્ટિક મંગાવી હતી. પતિ જ્યારે લિપસ્ટિક લઈને ઘરે આવ્યો ત્યારે મોટી બબાલ થઈ ગઈ. પત્નીએ લિપસ્ટિકને જમીન પર ફેંકીને ઝઘડો શરૂ કર્યો.
'પતિ વધારે પૈસા ખર્ચ કરે છે'
પત્નીએ કહ્યું કે આટલી મોંઘી લિપસ્ટિક કેમ લઈને આવ્યા. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં પત્નીએ આરોપ લગાવ્યો કે પતિ વધુ પૈસા ખર્ચ કરે છે. ભવિષ્ય માટે કંઈ સેવિંગ કરતો નથી. પત્નીએ વધુમાં કહ્યું કે તે 30 રૂપિયાથી પણ સસ્તી લિપસ્ટિક લાવી શક્યો હોત. પણ તેણે મારી વાત ન સાંભળી. બીજી તરફ પતિએ કહ્યું કે 30 રૂપિયાથી સસ્તી કોઈ લિપસ્ટિક જ નથી મળતી. એટલા માટે તે આ લિપસ્ટિક લાવ્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો. જે બાદ પત્ની પિયર જતી રહી.
પત્ની પૈસાનું મહત્વ સમજે છે
ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં મામલો આવ્યા બાદ કાઉન્સેલર સતીશ ખીરવારે જણાવ્યું કે, મોંઘી લિપસ્ટિક લાવતા બંને વચ્ચે વિવાદ થયો. પત્ની બાળકો માટે પૈસા બચાવવા માંગે છે. પત્નીને સમજાવવામાં આવી છે. હાલમાં બંને વચ્ચે સમજૂતી થઈ ગઈ છે.
ADVERTISEMENT