નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023 સીઝનની ટાઈટલ મેચ આજે (29 મે) રમાવાની છે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (GT) આમને-સામને થશે. આ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 કલાકે શરૂ થશે.
ADVERTISEMENT
ધોની પોતાની કપ્તાનીમાં ચેન્નાઈને પાંચમું ટાઈટલ જીતાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. જ્યારે ગુજરાત સતત બીજી વખત ટાઈટલ જીતવાની જવાબદારી હાર્દિકના ખભા પર હશે. આ કારણે ફાઈનલના પ્લેઈંગ-11માં આ કેપ્ટન કોઈપણ ફેરફાર કર્યા વગર પોતાના વિનિંગ કોમ્બિનેશન સાથે ઉતરવા ઈચ્છશે.
વર્તમાન સિઝનમાં, ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને ક્વોલિફાય થયું છે. જ્યારે ચેન્નાઈની ટીમ બીજા નંબર પર રહી હતી. આવી સ્થિતિમાં આ બંને ટીમો વચ્ચે ક્વોલિફાયર-1 મેચ રમાઈ હતી. 23 મેના રોજ રમાયેલી આ મેચમાં ચેન્નાઈનો 15 રને વિજય થયો હતો. ગુજરાત સામે ચેન્નાઈની આ પ્રથમ જીત હતી. આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નાઈએ 1 મેચ જીતી છે.
ઓપનર અને બોલિંગ ચેન્નાઈની મોટી તાકાત છે
ચેન્નાઈ સુપર કિંગ્સની સૌથી મોટી તાકાત તેના ઓપનર ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ છે. કોનવેએ 15 મેચમાં 52.08ની એવરેજ અને 137.06ના સ્ટ્રાઈક રેટથી 625 રન બનાવ્યા છે. કોનવેને ઋતુરાજ તરફથી પણ સારો સપોર્ટ મળ્યો છે. તેણે 15 મેચમાં 43.38ની એવરેજ અને 146.87ની સ્ટ્રાઈક રેટથી 564 રન બનાવ્યા છે. બોલિંગમાં શ્રીલંકાના મથિશા પથિરાનાએ 11 મેચમાં 17 વિકેટ લીધી છે. મતિષાએ સ્લોગ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી.
ચેન્નાઈ માટે તુષાર દેશપાંડેએ પણ 15 મેચમાં 21 વિકેટ લીધી છે જે સૌથી વધુ છે. બીજી તરફ રવિન્દ્ર જાડેજાએ 15 મેચમાં 19 વિકેટ લીધી અને 175 રન પણ બનાવ્યા. તિક્ષનાએ 12 મેચમાં 11 વિકેટ લીધી હતી જ્યારે દીપક ચહરે 9 મેચમાં 12 વિકેટ લીધી હતી. શરૂઆતમાં, દીપક ચહરની ઈજા અને બેન સ્ટોક્સની ઈજાને કારણે ચેન્નાઈનું બોલિંગ એટેકને નબળું માનવામાં આવતું હતું. ચેન્નાઈના બોલિંગ એટેકની ટીકા થઈ રહી હતી. પરંતુ, ધોનીના માર્ગદર્શનથી નવા બોલરોએ જ પોતાની તાકાત બતાવી. મહેન્દ્ર સિંહ ધોની પણ આજે પોતાની બેટિંગનું જોર બતાવી શકે છે.
ગુજરાત પાસે બેવડી તાકાત ફાસ્ટ બોલર અને સ્પિનર
ગુજરાત માટે મોહમ્મદ શમી (28 વિકેટ), રાશિદ ખાન (27 વિકેટ) અને મોહિત શર્મા (24 વિકેટ) ગુજરાત માટે એક્સ ફેક્ટર રહ્યા છે. આ ત્રણે મળીને 79 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં આ ત્રણેય ધોની એન્ડ કંપનીની રમત બગાડી શકે છે. . રાશિદ ખાન પોતાની બોલિંગથી શું કરી શકે છે તે કહેવાની જરૂર નથી. આ સાથે જ ધોનીએ ટૂર્નામેન્ટની 16 મેચમાં 851 રન બનાવનાર શુભમન ગિલ સામે પણ રણનીતિ બનાવવી પડશે.
ચેન્નાઈ સુપર કિંગ્સ:
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, અંબાતી રાયડુ/મથિશા પાથિરાના (ઈમ્પેક્ટ પ્લેયર), મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન/વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે અને મહેશ તીક્ષ્ણા .
ગુજરાત ટાઇટન્સઃ
શુભમન ગિલ/જોશ લિટલ (ઈમ્પેક્ટ પ્લેયર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી અને મોહિત શર્મા.
ADVERTISEMENT