ભાવનગરમાં રહેણાંકના મકાનમાં ધમધમી રહેલું હુક્કાબાર ઝડપાયું, 19 શખ્સોની ધરપકડ

ભાવનગર:  શહેર જિલ્લામાં દારૂ જુગાર અને હુકા બાર જેવા દૂષણોના ડામી દેવા પોલીસે લાલ આંખ કરી છે.  તેવામાં ભાવનગર શહેરમાં માણેકવાડી વિસ્તારમાં ચાલતા ઉકાબાર પર…

gujarattak
follow google news

ભાવનગર:  શહેર જિલ્લામાં દારૂ જુગાર અને હુકા બાર જેવા દૂષણોના ડામી દેવા પોલીસે લાલ આંખ કરી છે.  તેવામાં ભાવનગર શહેરમાં માણેકવાડી વિસ્તારમાં ચાલતા ઉકાબાર પર ઘોઘા રોડ પોલીસ ત્રાટકી હુકાબારના સાધનો અને 19 જેટલા શખ્સોને લીધા હતા. ઘોઘા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે રહેણાકીય મકાનમાં ચાલતા હુકા બાર પર ત્રાટકી હતી અને મધ્યરાત્રીએ હુકાબાર સંચાલક સહિત 19 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાતમીના આધારે કરી કાર્યવાહી
ઘોઘા રોડ પોલીસ દારૂ જુગારના અડ્ડાઓને ડામી દેવા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક આવેલા માણેકવાડી રેલવે સ્ટેશન નજીક આવેલા પ્લોટ નંબર ૫૭૧ ખાતે રહેતા અસદ અશફાકભાઈ કાલવાના રહેણાંકના મકાનમાં હુકાબાર ધમધમી રહ્યું હોય મળેલી બાતમીના આધારે ઘોઘા રોડ પોલીસ કોર્ડન કરી હુકાબાર પર ત્રાટકી હતી. હુક્કાબારમાં પ્રવેશી તલાસી લેતા કુંડાળું વળીને હુકા બારની લિજ્જત માણતા શખ્સો ઝડપાયા હતા.

4,48,750 ના મુદ્દામાલ કર્યો જપ્ત 
બી.ડિવિઝન પોલીસે હુક્કાબાર પર રેડ પાડી સ્થળ પરથી હુક્કા પાઈપ તેમજ તમાકુની ફ્લેવર ના ડબ્બા, સિગરેટ સહિતનો મુદ્દા માલ ઝડપાયો હતો. પ્લોટ નંબર 571 માં અસદ અશરફભાઈ કાલવાનાં રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલી રહ્યું હતું. પોલીસે રેડ પાડીને કુલ 4,48,750 ના મુદ્દામાલ સાથે કુલ 19 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો વધારો, હવે રાત્રિના 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો

આ સમાન કર્યો જપ્ત 
તમાકુની ફ્લેવરના ડબ્બા નંગ- 3  કિ.રૂ.750 ,ચાલુ હુંકકો નંગ-04  કિ.૩.2000, નંગ-59 કુલ કિંમત રૂપિયા 4,48,750 નાં મુદ્દામાલ સાથે ઘરપકડ કરી  છે. સીગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ 2003ની કલમ 04, 21  મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp