ગીર સોમનાથ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીથી કેન્દ્રિય નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આગામી 11મી સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. તેઓ સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરીને વિધાનસભા ચૂંટણીના પ્રચારનું રણશીંગું ફૂંકશે. આ ઉપરાંત તેઓ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનો પણ પ્રવાસ કરી શકે છે.
ADVERTISEMENT
સહકારી મંડળીની સામાન્ય સભામાં હાજરી આપી શકે
તાજેતરમાં જ એક પત્રકાર પરિષદમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ કેન્દ્રિય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અમરેલી ખાતે સરકારી મંડળીની સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. એવામાં તેઓ 7 જિલ્લાની સહકારી મંડળીની સામાન્ય સભામાં પણ ઉપસ્થિત રહી શકે છે.
PM મોદી પણ ગુજરાત આવશે
નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે એવામાં કેન્દ્રમાંથી મોટા નેતાઓ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મહિને બે વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 10મી સપ્ટેમ્બર અને બાદમાં 26મી સપ્ટેમ્બરે ગુજરાત આવી શકે છે. નવરાત્રિમાં તેઓ અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપી શકે છે.
શું હશે 10મી સપ્ટેમ્બરે PMનો કાર્યક્રમ?
વડાપ્રધાન મોદી ગુજરાતમાં યોજાનાર વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓની કોન્ફરન્સનું ઉદ્ધાટન કરશે. આ કોન્ફરન્સમાં 28 રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ ભાગ લેશે. સતત બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટકર્તાઓ પણ સામેલ થઈ શકે છે. જ્યારે 100થી વધુ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના CEO પણ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT