31 ડિસેમ્બરને લઈ ગૃહ વિભાગ એક્ટિવ મોડ પર, હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી

અમદાવાદ: એક તરફ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો સામે આવે છે. ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે. આ દરમિયાન…

gujarattak
follow google news

અમદાવાદ: એક તરફ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક સવાલો સામે આવે છે. ત્યારે બીજી તરફ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે. આ દરમિયાન અનેક જગ્યાએ પાર્ટીની રેલમછેલ થવાની સંભાવનાઓ છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી હતી જેમાં આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને બીજી તરફ ભવિષ્યની કાર્યવાહીની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગૃહ રાજુયમંત્રી હર્ષ સંઘવી સતત એક્ટિવ જોવા મળે છે. ત્યારે 31 ડિસેમ્બરને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ વિભાગ સાથે બેઠક યોજી હતી.  આ મામલે હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે.

હર્ષ સંઘવીએ ટ્વિટ કરી આપી માહિતી
ગઈકાલે રાત્રે ગૃહ વિભાગ સાથે ટૂંકી બેઠક યોજી હતી, જેમાં ભવિષ્યની કાર્યવાહીની યોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં ગૃહ વિભાગની રિવ્યુ બેઠક 
એક તરફ તહેવાર નજીક આવી રહ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને યુવાનોમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા તમામ ગતિ વિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ મામલે  ગાંધીનગરમાં આજે ગૃહ વિભાગની રિવ્યૂ બેઠક યોવજમાં આવશે. બેઠકમાં ભરતી મુદ્દે થયેલી રજૂઆત અંગે ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે જ તહેવારો પર રાજ્યનું શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે માટે રણનીતિ ઘડવામાં આવી શકે છે.  એટલે કે  31મી ડિસેમ્બરની વ્યવસ્થા મુદ્દે ચર્ચા થઈ શકે છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp