ગૃહ વિભાગ એક્શન મોડમાં, રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી મેગા ડ્રાઇવમાં એક સપ્તાહમાં 762 સામે ગુનાઓ દાખલ

ગાંધીનગર: રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે લડત ચાલી રહી છે. વ્યાજખોરી ખપ્પરમાં હોમાતા પરિવારને બચાવવા  ગૃહ વિભાગ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. આ…

gujarattak
follow google news

ગાંધીનગર: રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે લડત ચાલી રહી છે. વ્યાજખોરી ખપ્પરમાં હોમાતા પરિવારને બચાવવા  ગૃહ વિભાગ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. આ દરમિયાન નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.  વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી 316 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી  તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ગૃહ વિભાગને સફળતા મળી છે. કુલ 400 થી  એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. રા464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી 316 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

વ્યાજખોરોમાં ફફડાટ
કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.   સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રીહર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના સીધા માર્ગદર્શનમાં થઇ રહેલી આ કામગીરીથી રાજ્યમાં વ્યાજખોરોમાં સોંપો પડી ગયો છે.

આ પણ વાંચો: ભુજમાં AIMIMના હોદ્દેદાર અને પાસાના આરોપીએ પોલીસ ઉપર ગાડી ચઢાવી દીધી, જાણો શું છે સમગ્ર મામલો

5 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી ડ્રાઈવ
રાજ્યભરમાં 5 મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા ને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી. અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા 939 લોકદરબાર યોજ્યા છે. જેમાં  464  પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે.  ફરિયાદને લઈ  762 આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  316 વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp