દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રણ વનડે શ્રેણીની બીજી મેચ શનિવારે (21 જાન્યુઆરી) રાયપુરમાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી. ભારતે મેચની સાથે સાથે શ્રેણી પણ કબજે કરી લીધી હતી. તેણે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. કેપ્ટન રોહિત શર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચ દરમિયાન શાનદાર મોમેન્ટ જોવા મળી હતી.
ADVERTISEMENT
રોહિતનો ફેન મેદાનમાં ઘુસ્યો
રોહિત જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એક નાની ઉંમરનો ફેન મેદાનમાં ઘુસી ગયો હતો. તેણે તરત જ રોહિત શર્માને ગળે લગાવ્યો. વાસ્તવમાં 10મી ઓવરમાં રોહિત શર્માએ શાનદાર સિક્સર ફટકારી હતી. બોલ દર્શકોની ગેલેરીમાં પડ્યો હતો. સિક્સર ફટકાર્યા પછી તરત જ આ નાનો ચાહક મેદાનમાં ઘૂસી ગયો હતો. તે ઝડપથી ભારતીય કેપ્ટન પાસે ગયો અને તેને ગળે લગાવ્યો હતો. જ્યારે સુરક્ષાકર્મીઓ તેને ખેંચવા લાગ્યા ત્યારે હિટમેને તેમને રોક્યા હતા.
આ પણ વાંચો… રાતના સમયે ગામના મકાનમાં આગ લાગી, સ્થાનિકની ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર
રોહિતે સિક્યોરિટી ગાર્ડને કહ્યું..
પોતાની ઉદારતા બતાવતા સિક્યુરિટી ગાર્ડને નાના ચાહક પ્રત્યે શાંત વલણ અપનાવવા રોહિતે કહ્યું હતું. રોહિતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો તેની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. રોહિતે 51 બોલમાં 50 રન ફટકારીને ટીમ ઈન્ડિયાને જીતની નજીક પહોંચાડી દીધી હતી.
શમીએ ત્રણ વિકેટ લીધી
મેચની વાત કરીએ તો ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોએ રાયપુરની નવી પિચ પર તોફાની બેટિંગ કરી હતી અને ન્યૂઝિલેન્ડને 34.3 ઓવરમાં 108 રનમાં આઉટ કરી દીધું હતું.
આ પણ વાંચો…જાન લઈને નીકળેલા વરરાજાની ગાડી સામે આવ્યો સિંહ, જાણો પછી શું થયું; વીડિયો વાઈરલ
ભારતીય ટીમ પ્રથમ વખત રાયપુરમાં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. અહીંની પીચ ટીમ ઈન્ડિયાના બોલરો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ હતી. ભારતે 20.1 ઓવરમાં બે વિકેટે 111 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મોહમ્મદ શમીએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT