તહેવારોની સીઝનમાં મોંઘવારીનો માર, અમૂલે ફરી ભાવવધારો ઝીંકયો

અમદાવાદ: મોંઘવારી દિવસે ને દિવસે સતત વધી રહી છે. એક બાદ એક વસ્તુનો ભાવ સતત વધી રહ્યા છે. તહેવારો પહેલા હવે ફરી એકવાર જનતા મોંઘવારીનો…

amul milk

amul milk

follow google news

અમદાવાદ: મોંઘવારી દિવસે ને દિવસે સતત વધી રહી છે. એક બાદ એક વસ્તુનો ભાવ સતત વધી રહ્યા છે. તહેવારો પહેલા હવે ફરી એકવાર જનતા મોંઘવારીનો માર લાગ્યો છે. અમૂલ કંપનીએ દિલ્હીમાં દૂધના ભાવમાં રૂ.નો વધારો કર્યો છે. અહીં હવે એક લિટર ફુલ ક્રીમ દૂધની કિંમત વધીને 63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. અગાઉ અમૂલે ઓગસ્ટ મહિનામાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. તેનું કારણ વધતી જતી કિંમતને કારણભૂત ગણાવી છે.

તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે અચાનક ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને તેના ફુલ ક્રીમ દૂધની કિંમત 2 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 63 રૂપિયા પ્રતિ લિટર કરી છે જે અગાઉ 61 રૂપિયા પ્રતિ લિટર હતી. જો કે દૂધના ભાવ વધારા અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

અગાઉ બે વખત કર્યો છે ભાવ વધારો
અમૂલે આ રીતે ત્રીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીએ અગાઉ ઓગસ્ટ અને માર્ચમાં ઉત્પાદનની ઊંચી કિંમતને ધ્યાનમાં રાખીને તેના દૂધ ઉત્પાદનના ભાવમાં વધારો કર્યો હતો. અગાઉ ઓગસ્ટમાં અમૂલ સહિતના મોટા દૂધ ઉત્પાદકો અને વિતરકોએ તેમના ઉત્પાદનોના ભાવમાં રૂ.નો વધારો કર્યો હતો. મધર ડેરી જેવી મિલ્ક બ્રાન્ડે પણ અમૂલના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો.

માર્ચથી અત્યાર સુધીમાં 6 રૂપિયા વધાર્યા 
અમૂલે  આ વર્ષે માર્ચમાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે પણ દૂધ બે રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. આ વધારાનું કારણ ડેરી દ્વારા વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચને જવાબદાર ગણાવ્યું હતું. અમૂલે માર્ચ મહિનાથી દૂધના ભાવમાં પ્રતિ લિટર 6 રૂપિયાનો વધારો કર્યો છે.

    follow whatsapp