જિંદગીની કોઈ કિંમત નથી?, Ahmedabad ના સિંધુભવન રોડ પર થાર કારના ચાલકે લીધો નિર્દોષનો જીવ

Ahmedabad Accident News: અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર થોડા મહિના અગાઉ તથ્ય પટેલે બેફામ જેગુઆર કાર ચલાવીને 10 લોકોના જીવ લીધા હતા.

સિંધુ ભવન રોડ પર હિટ એન્ડ રન

Ahmedabad Accident News

follow google news

Ahmedabad Accident News: અમદાવાદના ઈસ્કોનબ્રિજ પર થોડા મહિના અગાઉ તથ્ય પટેલે બેફામ જેગુઆર કાર ચલાવીને 10 લોકોના જીવ લીધા હતા. આ અકસ્માતને પગલે ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.જે બાદ નબીરા તથ્યને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પણ જાણે નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને ફુલ સ્પીડમાં વાહન હંકારીને બીજાના જીવ જાખમમાં મૂકી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નબીરાએ કાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં થાર કારના ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લેતા યુવકનું મોત નિપજ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે કારની નંબર પ્લેટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

થાર કારના ચાલકે બાઈક સવારને લીધો અડફેટે

મળતી માહિતી અનુસાર, મળતી માહિતી અનુસાર અમદાવાદના સિંધુભવન રોડ પર જયદીપ વિપુલભાઈ સોલંકી (ઉં.વ 17) મિત્રનું બાઈક (નંબર GJ32 AB 9981) લઈને સિંધુ ભવન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ઓરનેટ પાર્ક ચાર રસ્તા પાસે મહિન્દ્રા થાર કારના ચાલકે થાર કાર પૂરઝડપે અને બેદરકારી ભરી રીતે હંકારી બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો.

કાર મૂકીને ચાલક ફરાર 

આ અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી કાર મુકીને જ નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો પોલીસને આ અંગેની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 

બાઈક સવારનું સારવાર દરમિયાન મોત

જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા જયદીપ સોલંકીને સારવાર અર્થે બોપલ ટ્રોમા સેન્ટર ખાતે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જયદીપનું મૃત્યુ નિપજ્યું હતું. હાલ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીની શોધખોળ શરૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે. 

ઈનપુટઃ અતુલ તિવારી, અમદાવાદ
 

    follow whatsapp