અમદાવાદ: શહેરમાં સિમ્સ હોસ્પિટલ નજીક હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. જેમાં BMW કાર ચાલકે દારૂના નશામાં રસ્તે જતા દંપતિને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી દોઢ કિલોમીટર દૂર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. કારમાંથી એક પાસપુબ તથા દારૂની બેટલો પણ મળી આવી છે. જેમાં પાસબુક પર સત્યમ શર્મા નામના યુવકનું નામ લખેલું છે.
ADVERTISEMENT
કાર ચાલક દારૂના નશામાં હતો!
પ્રાથમિક વિગતો મુજબ, શહેરના ઝાયડસથી સિમ્સ હોસ્પિટલ જતા રસ્તે દંપતી રસ્તે ચાલતા જતું હતું. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી BMW કારે દંપતીને અડફેટે લીધું હતું. કારમાં દારૂની બોટલ મળી આવી છે અને ગ્લાસ હોલ્ડરમાં એક ગ્લાસમાં પણ દારૂ મળી આવ્યો હતો. એવામાં કાર ચાલક દારૂ પીને કાર હંકારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અકસ્માત સર્જાને ચાલક દોઢ કિલોમીટર દૂર એક ખેતરમાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં તો ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: ‘સુરત મ્યુનિ. કમિશનર મળતિયાઓને લાભ કરાવવા એજન્ટ બની ગયા છે’, હાઈકોર્ટ કેમ થઈ આકરા પાણીએ?
કારમાંથી સત્યમ શર્મા નામની બેંક પાસબુક મળી
કારની તપાસમાં તેમાંથી સત્યમ શર્મા નામની એક બેંક પાસબુક મળી આવી હતી. જેથી ચાલકનું નામ સત્યમ શર્મા હોવાનું જણાય છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ યુવક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો અને દંપતીને અડફેટે લેતા પહેલા તેણે એક અન્ય કારને પણ ટક્કર મારી હતી. બીજી તરફ સોશિયલ મીડિયામાં સત્યમ શર્મા નામના યુવકનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરતા તેણે 150થી ઉપરની સ્પીડે કાર ચલાવતા સ્ટેટસ મૂકેલા છે. જેનાથી લાગે છે કે તે ઘણીવાર આ રીતે ઓવરસ્પીડમાં કાર હંકારવાનો શોખીન હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT