અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત ગત રાત્રે બગડતાં તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માતા હીરા બા ના ખબર અંતર પૂછવા પહોંચ્યા છે. હીરા બા ના 100 વર્ષના થયા છતાં તેમણે રાષ્ટ્ર ધર્મ નિભાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં તે મતદાન કરવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીના માતા હીરા બા મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે રાયસણની દયાબેન વાડીભાઇ પટેલ સ્કૂલમાં મતદાન કર્યુ હતું. વડાપ્રધાન મોદીના માતા હીરા બાએ રાયસણની શાળામાં મતદાન કર્યું હતું. હીરા બાની સાથે પરિવારના સભ્યો પણ મતદાન કરવા પહોંચ્યા હતા.
વડાપ્રધાન મોદી પહોંચે છે માતાના આશીર્વાદ લેવા
વિધાનસભા ચૂંટણી 2022 વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર દરમિયાન ગુજરાતના પ્રવાસે અનેક વખત આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માતા હીરાબાની મુલાકાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. જ્યારે પણ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે મોટેભાગે તેઓ માતા હીરાબાને અચૂક મળે છે અને આશીર્વાદ લે છે.
રાયસણમાં 80 મીટર રોડને હીરાબા માર્ગ નામ અપાયું
ગાંધીનગર મનપા દ્વારા હીરા બા ને તેમના 100 માં જન્મદિવસ પર ખાસ ભેટ આપવામાં આવી હતા. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા રાયસણના 80 મીટર રોડને હીરાબા માર્ગ નામ કરવામાં આવી છે. આ મામલે મેયર હિતેશ મકવાણાએ કહ્યું હતું કે, રાયસણ પેટ્રોલ પંપથી 80 મીટરના રોડને પૂજ્ય હીરાબા માર્ગ તરીકે નામાભિધાન કરવામાં આવ્યું છે. જેથી હીરાબાનું નામ સદાય જીવંત રહે. ભવિષ્યની પેઢીને હીરાબાના ત્યાગ તપસ્યા, સેવા અને કર્તવ્યનિષ્ઠાના બોધપાઠ લઈ શકે આ હેતુથી માર્ગનું નામકરણ કરવમાં આવ્યું છે.
ADVERTISEMENT