અમરેલી બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ સીટનું રાજકીય સમીકરણ

દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે એક તરફ ભાજપ ગુજરાતની તમામ બેઠકો જીતશે તેવો દાવો કરી રહી છે. બીજી તરફ…

gujarattak
follow google news

દિગ્વિજય પાઠક, વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે એક તરફ ભાજપ ગુજરાતની તમામ બેઠકો જીતશે તેવો દાવો કરી રહી છે. બીજી તરફ 1997થી ગુજરાતમાં સત્તાથી દૂર રહેનાર કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવાનો દાવો કરી રહી છે. તો હવે આમ આદમી પાર્ટી મેદાને આવતા ગુજરાતમાં ફરી ત્રિપાંખિયો જંગ થશે. પંજાબ રાજ્યમાં આમ આદમી પાર્ટીનર સફળતા મળ્યા બાદ હવે ગુજરાત તરફ આમ આદમી પાર્ટીની નજર છે. ગુજરાતના ઇતિહાસની વાત કરવામાં આવ તો જયારે પણ ત્રિપાંખિયો જંગ થયો છે ત્યારે નુકશાન કોંગ્રેસને થયું છે.  હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણીના રણમેદાને ઉતારવા તૈયાર છે. ગુજરાતની તમામ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને મેદાને ઉતારવાની તડામાર તૈયારી કરી રહ્યું છે. અમરેલી જિલ્લાની અમરેલી બેઠક પાટીદાર અને કોળી સમાજનું પ્રભુત્વ છે ત્યારે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને ફાઇટ આપવા ભાજપ અને આપ એડી ચોટીનું જોર લગાવશે.

2017નું ગણિત
અમરેલી જિલ્લાની અમરેલી વિધાનસભા બેઠક પર પાટીદાર તેમજ કોળી સમાજનું પ્રભુત્વ છે. અમરેલી બેઠકની જનતાએ 2007માં ભાજપને 2012માં કોંગ્રેસને અને 2017માં પણ કોંગ્રેસના ઉમેદવારને વીજેતા બનાવ્યા હતા. અમરેલી વિધાનસભાની બેઠકમાં કુલ 2,83,739 મતદાર છે જેમાં 1,45,810 પુરુષ મતદારો છે જયારે 1,37,925 સ્ત્રી મતદારો છે. અન્ય 4 મતદારો છે. અમરેલી વિધાનસભાની બેઠકમાં અમરેલી અને કુંકાવાવ- વાડિયા આમ બે તાલુકાનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં આ બેઠક પર 62.15% મતદાન થયું હતુ. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને કુલ મતદાનના 51.25 % એટલેકે 87032 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર બાવકુ ઉંધાડને 44.17% એટલેકે 75003 મત મળ્યા હતા. આમ પરેશ ધાનાણી વિજેતા થયા હતા.

આ કારણે છે ચર્ચામાં
અમરેલી જિલ્લો રાજકીય વર્ચસ્વ ધરાવતો જિલ્લો છે. અમરેલી બેઠક પર જીતેલા ઉમેદવારનું વિધાનસભામાં વર્ચસ્વ વધારે હોય છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા અમરેલી વિધાનસભાની સીટ પરથી વિજેતા થયા હતા. હાલ અમરેલી બેઠક પર ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી સીટીંગ ધારાસભ્ય છે. આ ઉપરાંત આ બેઠક પર પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અમરેલી બેઠક પરથી વિજેતા થયા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી પરશોત્તમ રૂપાલા પણ અમરેલી બેઠક પરથી વિજેતા થયા છે. અમરેલી બેઠક પર અત્યારસુધીમાં કુલ 15 વખત ચૂંટણી યોજાઈ છે જેમાંથી જીવરાજ મહેતા, પી એન નાનજી, એન ગોરધનદાસ ગોંધીયા, દ્વારકાદાસ પટેલ, દિલીપ સંઘાણી, પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એટલે કે 17 ચૂંટણીમાં ફક્ત 7 ધારાસભ્ય આપ્યા છે. અમરેલી બેઠક પર ધારાસભ્યને વધુ વખત રિપીટ કરવામાં આવે છે.

સ્થાનિક સમસ્યા શું છે?
ખેડૂતો માટે વીજળી અને પાણીની સમસ્યા, યુવાનોમાં બેરોજગારીની સમસ્યા, શિક્ષણ અને આરોગ્યની સુવિધાનો અભાવ, માળખાકીય સુવિધાઓની દૃષ્ટિએ પણ અમરેલીમાં ઓછો વિકાસ.

શું છે રાજકીય સમીકરણ
આ બેઠક 1991થી ભાજપનો ગઢ છે. આ બેઠક પર ભાજપના દિલીપ સંઘાણી ચાર વખત જીત્યા છે.2017માં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના નેતા બાવકું ઉંધાડને હરાવ્યા હતા. આ બેઠકમાંથી પરેશ ધાનાણીનો વિજય થયો હતો. જો કોંગ્રેસ અમરેલીના તેના સીટીંગ ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને ઉતારે તો ભાજપ માટે આ લડાઈ કપરી બની શકે છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મહત્તમ બેઠકો અપાવવામાં પરેશ ધાનાણીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્યાર બાદ તેને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા. 2022ની ચૂંટણીમાં સમીકરણો બદલાયા છે. આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે મતોનું વિભાજન કરશે. આ મતોની અસર કયા પક્ષ પર પડશે તે મતદારો નક્કી કરશે અને પરિણામમાં તેની અસર જોવા મળશે.

છેલ્લી ચૂંટણી પરિણામ:
કોંગ્રેસ: પરેશ ધાનાણી – 87032
ભાજપ: બાવકુભાઈ ઉઘાડ – 75003
લીડ: 12029

અમરેલી વિધાનસભાના ચૂંટણીના પરિણામો

  • 1962- કોંગ્રેસના ઉમેદવાર જીવરાજ મહેતા વિજેતા થયા `
  • 1964- (પેટા ચૂંટણી) પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર પી એન નાનજી વિજેતા થયા
  • 1967- કોંગ્રેસના ઉમેદવાર એન ગોરધનદાસ ગોંધીયા વિજેતા થયા
  • 1972- કોંગ્રેસ(ઓ) ના ઉમેદવાર એન ગોરધનદાસ ગોંધીયા વિજેતા થયા
  • 1975- કોંગ્રેસ(ઓ) ના ઉમેદવાર એન ગોરધનદાસ ગોંધીયા વિજેતા થયા
  • 1980- અપક્ષના ઉમેદવાર દ્વારકાદાસ પટેલ વિજેતા થયા
  • 1985- ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી વિજેતા થયા
  • 1990- ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી વિજેતા થયા
  • 1991- (પેટા ચૂંટણી) ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિજેતા થયા
  • 1995-ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિજેતા થયા
  • 1998- ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિજેતા થયા
  • 2002- કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિજેતા થયા
  • 2007- ભાજપના ઉમેદવાર દિલીપ સંઘાણી વિજેતા થયા
  • 2012- કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિજેતા થયા
  • 2017- કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિજેતા થયા

અમરેલી બેઠક પર 15 વખત ચૂંટણી યોજાઈ છે જેમાંથી 2 વખત પેટ ચૂંટણી યોજાઈ હતી. 7 વખત કોંગ્રેસ વિજેતા બન્યું છે. જેમાં પ્રથમ વખત જીવરાજ મહેતા 3 વખત એન ગોરધનદાસ ગોંધીયા અને 3 વખત પરેશ ધાનાણી વિજેતા થયા ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપ અમરેલી બેઠક પર કુલ 6 વખત જીત્યું છે. તેમાં 3 પરશોત્તમ રૂપાલા અને 3 વખત દિલીપ સંઘાણી વિજેતા થયા છે. અમરેલી બેઠક એક જ ચહેરાને વધુ પસંદ કરે છે.

    follow whatsapp