અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમ છે. બીજા તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કર્યું છે. ત્યારે છેલ્લી ઘડીએ NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન NCP એ છેલ્લી ઘડીએ પોતાના ઉમેદવાર બદલ્યા છે.
ADVERTISEMENT
મેઘરાજ દોડવાણી લડશે ચૂંટણી
અમદાવાદની નરોડા બેઠક પર NCPએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીના ઉમેદવાર નિકુલસિંહ તોમરના બદલે હવે મેઘરાજ ડોડવાણી ઉમેદવારી ફોર્મ ભરશે. જ્યારે નિકુલસિંહ તોમર પોતાનું ફોર્મ પાછું ખેંચશે. મહત્વનું છે કે નરોડા બેઠક પર કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થયેલું છે. નિકુલસિંહ અગાઉ કૉંગ્રેસના મેન્ડેટ પર કોર્પોરેશનની ચૂંટણી જીતી ચૂક્યા છે.
આ બેઠકો પર ગઠબંધન
આપને જણાવી દઈએ કે, NCP અને કોંગ્રેસ વચ્ચે ત્રણ બેઠક પર ગઠબંધન કરવામાં આવ્યું છે. ઉમરેઠ, અમદાવાદ (નરોડા) અને દેવગઢ બારીયા વિધાનસભા પર NCP અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે. જેથી આ ત્રણ બેઠક પર NCPના ઉમેદવારો જ ચૂંટણી લડશે. અમદાવાદની નરોડા બેઠક પર ભાજપે ડૉ. પાયલ કુકરાણીને ટિકિટ આપી છે. તો આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ચૂંટણીના મેદાનામાં ઉતાર્યા છે.
ADVERTISEMENT