મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીમાં ઇજાગ્રસ્તોને મળ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.ત્યાર બાદ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ યોજાઇ હતી.આ દરમિયાન પુલ દુર્ઘટનાની સમીક્ષા કરવામાં આવી હતી. હાઇલેવલની મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝીણવટ પૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
SP કચેરીએ મળી મિટિંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાની સમીક્ષા કરી હતી.અધિકારીઓએ વડાપ્રધાનને બચાવ કામગીરી અને પીડિતોને આપવામાં આવતી સહાય વિશે માહિતી આપી હતી. ઝીણવટ પૂર્વક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
સહાય તુરંત આપવા કર્યો આદેશ
વડાપ્રધાનએ આ સમગ્ર ઘટનાની સ્વતંત્ર અને ઝીણવટ પૂર્વક તપાસ થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશ આપતાં કહ્યું કે, આ તપાસમાં બધા જ સંબંધિત વિભાગો અને સંબંધિત એજન્સીઓ તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. તપાસ સંદર્ભમાં જરૂરી બધો જ ડેટા પણ ત્વરિત ઉપલબ્ધ કરાવવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાનએ આ દૂર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત લોકોના અસરગ્રસ્ત પરિવારો તથા ઇજાગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ સદભાવ દાખવી બધી જ જરૂરી મદદ-સહાય તુરંત મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનો કર્યા હતા.
પુલ અંગે માહિતી મેળવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરનાર ફર્સ્ટ રિસ્પોન્ડન્ટસ અને અલગ-અલગ રેસ્ક્યુ ટીમનાં સભ્યો સાથે વાત કરી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. વડાપ્રધાન મોદીએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા પાસેથી ઝૂલતા પુલ અને હોનારતના ટેકનીકલ પાસાઓ વિશે માહિતી મેળવી હતી..
ADVERTISEMENT