અમદાવાદ: ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ છ વ્યક્તિના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. આ છ પૈકી ત્રણ ભાવનગરની વ્યક્તિ હોવાનું કહેવાય છે અને આ ત્રણ મહિલાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.
ADVERTISEMENT
ભક્તો કેદારનાથના દર્શન કરવા બહાર આવ્યા હતા. આ દરમિયાન, ગરુડચટ્ટી પાસેની ખીણમાં અચાનક વાદળો દેખાયા હતા અને તે પછી હેલિકોપ્ટરની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ હતી અને તેના કારણે આ અકસ્માત થયો હતો. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજોએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાને ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનાથી હું દુઃખી છું, આ દુ:ખદ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે: PM
અમિત શાહે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું
અમિત શાહે લખ્યું છે કે, ‘કેદારનાથમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર ક્રેશની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’
શક્તિસિંહે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું
કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલ છે જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડાપ્રધાનશ્રી @narendramodi તથા મુખ્યમંત્રીશ્રી @CMOGuj ને વિનંતી છે કે સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે .
ભાવનગરના આ ત્રણ વ્યક્તિના થયા મૃત્યુ
ગુજરાત સરકારે મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરતાં કહ્યું કે, ઉત્તરાખંડના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના અત્યંત દુ:ખદ છે. દુર્ઘટનામાં જાન ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. આ કરુણ દુર્ઘટનાનો ભોગ બનનાર ગુજરાતના ભાવનગરના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર રૂપિયા ચાર લાખની સહાય આપશે.
ADVERTISEMENT