Heavy Rain: સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, બિપોરજોય 400 KM દૂર, અસરો શરૂ

રાજકોટઃ ગુજરાતમાં બિપોરજોયને લઈને તંત્ર એલર્ટ પર છે. હજુ આ વાવાઝોડું ગુજરાતથી 400 KM કરતા વધારે દૂર હોવાનું અનુમાન છે ત્યારે ગુજરાતમાં વરસાદ અને ભારે…

gujarattak
follow google news

રાજકોટઃ ગુજરાતમાં બિપોરજોયને લઈને તંત્ર એલર્ટ પર છે. હજુ આ વાવાઝોડું ગુજરાતથી 400 KM કરતા વધારે દૂર હોવાનું અનુમાન છે ત્યારે ગુજરાતમાં વરસાદ અને ભારે પવન ફૂંકાવા સહિતની બાબતોમાં તેની અસર જોવા મળી રહી છે. હાલમાં જે રીતે આ વાવાઝોડાની સંભાવનાઓ સામે આવી રહી છે તે જોતા મોટાભાગના ખેડૂતોમાં ચિંતાનું પણ વાવાઝોડું ફૂંકાઈ ચુક્યું છે. કારણ કે હમણાં જ ગુજરાતના ખેડૂતોએ માવઠાનો માર સહન કર્યો છે. ત્યારે હવે ટુંકા સમયમાં આથી વધારે આકરી સ્થિતિ ઊભી થાય તે તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં આજે બપોર પછી સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને વેરાવળ અને સુત્રાપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અરબી સમુદ્રમાંથી 11 લોકોને એરલિફ્ટ કરાયા, કોસ્ટગાર્ડે આ રીતે પાર પડ્યું ઓપરેશન… જુઓ વીડિયો

ગીર સોમનાથ અને પોરબંદરમાં સૌથી વધારે વરસાદ
ગુજરાતમાં આ ઉપરાંત જુનાગઢ-ઉપલેટામાં સરેરાશ એક ઈંચ વરસાદ પડ્યો છે તો માંગરોળમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. લગભગ સૌરાષ્ટ્રમાં અડધાથી લઈને 4 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં અને પોરબંદર જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત રાજકોટ, સુત્રાપાડા, માંગરોળ, સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. કેશોદ, મેંદરડા, તાલાલા, જુનાગઢ, ઉપલેટા અને વંથલીમાં પણ એકાદ ઈંચ આસપાસ વરસાદ પડ્યાના અહેવાલ છે.

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ / હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp