રાજકોટ: રાજ્યમાં તાજેતરમાં ક્રિકેટ રમતા યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો એક બાદ એક વધી રહ્યા છે. રાજકોટની જ વાત કરીએ તો છેલ્લા 20 દિવસમાં જુદા જુદા બનાવોમાં 4 જેટલા યુવાનોને હાર્ટ એટેક આવ્યો અને મોત થઈ ગયું. આ તમામ યુવાઓના મોતમાં એક વાત કોમન હતી તે છે સ્પોર્ટ્સ એક્ટિવિટી. ક્યાંક ક્રિકેટના મેદાનમાં તો ક્યાંક ફૂટબોલ રમતા રમતા યુવાઓને હાર્ટ એટેક આવવાની ઘટના ઘટી હતી. ત્યારે રાજકોટના આ ચારેય યુવાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
ADVERTISEMENT
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું ખુલાસો થયો?
ચારેય યુવાઓના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ તેમના મોત એકસરખી પેટર્નથી જ થયા છે. મૃતક યુવાનોની હ્રદયને લોહી પહોંચાડતી ધમની થોડી સંકાચાયેલી જોવા મળી હતી. મેદાનમાં રમતા સમયે લોહીનું સર્ક્યુલેશન ઝડપથી થાય છે એવામાં કોરોનરી વેન બ્લોક થઈ ગઈ અને હ્રદયમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું, પરિણામે યુવાનોના મોત થઈ ગયા. એવામાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ યુવાઓને કોઈપણ કસરત કરતા પહેલા હ્રદયની ક્ષમતાની તપાસ કરાવવા માટે કહી રહ્યા છે.
રાજકોટમાં અને સુરતમાં હાર્ટ એટેકથી યુવાનોના મોત
નોંધનીય છે કે, રાજકોટમાં ક્રિકેટ અને ફૂટબોલ રમતા રમતા એક દિવસમાં બે યુવકોના મોત થયા હતા. બીજી તરફ રાજકોટમાં ડીસાથી લગ્ન પ્રસંગમાં આવેલા યુવકને પણ ક્રિકેટ રમીને ઘરે જતા રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો તેમને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. જ્યારે સુરતમાં પણ આ પ્રકારે વરાછાના યુવકનું ક્રિકેટ રમતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT