સરકારનું આશ્વાસન છતાં આરોગ્યકર્મીઓ ટસના મસ ન થયા, ગ્રેડ-પે નહીં વધે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ સંગઠનોએ પોતાની માંગને લઈને સરકાર સામે બાંયો ચડાવવાનું શરૂ કર્યું છે. પહેલા તલાટી, નિવૃત્ત સૈનિકો બાદ આરોગ્ય…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ વિવિધ સંગઠનોએ પોતાની માંગને લઈને સરકાર સામે બાંયો ચડાવવાનું શરૂ કર્યું છે. પહેલા તલાટી, નિવૃત્ત સૈનિકો બાદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ વિવિધ માગણીઓને લઈને સરકાર સામે પડ્યા છે. જે અંતર્ગત આજે તેમની આરોગ્યમંત્રી સાથે બેઠક યોજાઈ હતી. જોકે ગ્રેડ પે મામલે કોઈ સમાધાન ન આવતા હજુ પણ તેમણે હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

આરોગ્ય કર્મીઓએ આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી
જિલ્લા પંચાયતના આરોગ્યકર્મીઓની હડતાળ મામલે આજે ઋષિકેશ પટેલ સાથે કર્મચારી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં સરકારે 3માંથી 2 મુખ્ય માગણીઓ સ્વીકારી હતી, જ્યારે ગ્રેડ પે માટે સમિતિની રચના કરી છે. સરકારની 15 દિવસમાં GR કરવાની ખાતરી છતાં આરોગ્ય કર્મચારીઓ ગ્રેડ પે મુદ્દે ટસના મસ ન થયા અને જ્યાં સુધી 16 હજાર આરોગ્ય કર્મીઓએ ગ્રેડ પેની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

આરોગ્યકર્મીઓ સામે થઈ શકે કાર્યવાહી
બીજી તરફ બેઠકમાં આરોગ્યમંત્રીએ હડતાળ સમેટી લેવા માટે અપીલ કરી હતી. એવામાં જો આરોગ્ય કર્મીઓ હવે હડતાળ નહીં સમેટે તો તેમના પર એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી પણ થઈ શકે છે. ત્યારે હવે કર્મચારીઓએ ગાંધીનગરમાં પરિવાર સાથે ધામા નાખવાની ચીમકી ઉચ્ચારી છે.

અગાઉ 3 વખત હડતાળ પર ઉતર્યા આરોગ્યકર્મીઓ
નોંધનીય છે કે આરોગ્ય કર્મચારીઓ આ ચોથી વખત હડતાળ પર ઉતર્યા છે. આ પહેલા તેઓ 2017, 2019 તથા 2021માં પોતાની માંગણીને લઈને હડતાળ પર ઉતર્યા હતા. અગાઉ પણ સરકારે સમાધાન માટે આશ્વાસન આપ્યું હતું. પરંતુ પરિણામ ન આવતા ફરીથી હડતાળ પર ઉતર્યા છે. તેમની માંગ છે કે ગ્રેડ પે 1900થી વધારીને 2800 કરવામાં આવે. કોવિડ સમયે કરેલી કામગીરીનું ભથ્થું આપવામાં આવે તથા PTA આપવાની માંગ કરી હતી.

    follow whatsapp