9 વર્ષ બાદ પાછી આવી 'મહામારી'! ઉંદરથી ફેલાતા વાયરસથી વૃદ્ધનું મોત, મેડિકલ જગતમાં ટેન્શન

9 વર્ષ પહેલા ઉંદરોથી પ્લેગની બીમારી ફેલાઈ હતી, જેણે ઘણી મુશ્કેલીઓ વધારી દીધી હતી. હવે ફરી તે બીમારીએ 2024માં દસ્તક આપી છે અને જેમાં એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે.

ફરી આવી એક ખતરનાક બીમારી!

Alaska pox Disease

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અલાસ્કા પોક્સ વાયરસે વધાર્યું ટેન્શન

point

અમેરિકામાં અલાસ્કા પોક્સના કારણે વૃદ્ધનું મોત

point

2015માં કરવામાં આવી હતી તેની શોધ

Alaska pox Disease: 9 વર્ષ પહેલા ઉંદરોથી પ્લેગની બીમારી ફેલાઈ હતી, જેણે ઘણી મુશ્કેલીઓ વધારી દીધી હતી. હવે ફરી તે બીમારીએ 2024માં દસ્તક આપી છે અને જેમાં એક વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. આખરે આ બીમારીમાં હવે એવું તો શું નવું આવ્યું છે કે જેના કારણે મેડિકલ જગતમાં સનસનાટી ફેલાઈ ગઈ છે?

અમેરિકામાં Alaska Poxના કારણે એક મોત

 

તાજેતરમાં જ અમેરિકાના અલાસ્કાના કેનાઈમાં એક વૃદ્ધના મૃત્યુ બાદ અલાસ્કા પોક્સ (Alaska Pox) નામના અજાણ્યા વાયરસ તરફ બધાનું ધ્યાન ખેંચાયું છે. 2015માં તેની શોધ પછી વાયરસના કારણે થયેલ આ પ્રથમ મૃત્યુ છે, જેના કારણે આ બીમારીને લઈને ચિંતાઓ વધી ગઈ છે. 

અલાસ્કા પૉક્સ શું છે?

 

અલાસ્કા પૉક્સ (Alaska Pox) ઓર્થોડક્સ વાયરલ  (Orthopoxvirus) ના કારણે થાય છે, ઈંટ આકારના વાયરસનો એક પરિવાર જે જાનવરો અને મનુષ્યો બંનેને સંક્રમિત કરી શકે છે, જેનાથી સ્કિન પર ડાઘા થઈ શકે છે. આ વાયરસની ઓળખ સૌથી પહેલા અલાસ્કાના ફેયરબૈંક્સની નજીક રહેતી એક મહિલામાં થઈ હતી અને ત્યારથી તે મુખ્યત્વે છંછૂદર જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. જોકે, શ્વાન અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓ પણ વાયરસનો શિકાર બની શકે છે.

અલાસ્કા પોક્સના લક્ષણો

 


અલાસ્કા પોક્સના લક્ષણોમાં ત્વચા પર એક અથવા વધુ ખીલ થવા, સાંધા અથવા સ્નાયુમાં દુખાવો થવો વગેરે સામેલ છે. 

કેવી રીતે ફેલાય છે અલાસ્કા પોક્સ?

 

એવું માનવામાં આવે છે કે અલાસ્કા પોક્સનું ટ્રાન્સમિશન સંક્રમિત જાનવરોના સીધા સંપર્કથી થાય છે. જોકે, તે સ્પષ્ટ નથી કે અલાસ્કા પોક્સ કેવી રીતે ફેલાય છે, સંશોધકો કહે છે કે તે ઝૂનોટિક હોઈ શકે છે, એટલે કે તે પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. 

    follow whatsapp