ગાંધીનગર: દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરીથી માથું ઉચકી રહ્યું છે. છેલ્લા 7 દિવસમાં જ વિશ્વભરમાં કોરોનાના 36 લાખ જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે અને 10 હજાર જેટલા દર્દીઓના મોત થયા છે. ત્યારે ભારત સરકાર કોરોનાને લઈને એલર્ટ થઈ છે. એક બાજુ કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવીયાએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, તો ગુજરાત સરકારે પણ કોવિડની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી.
ADVERTISEMENT
બેઠકમાં આ બાબતો પર થશે ચર્ચા
સચિવાયલમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક ચાલી રહી છે. હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશનની સ્થિતિ સહિતની બાબતો પર ચર્ચા કરાશે. જે રીતે દુનિયામાં કોવિડની જે સ્થિતિ બની છે, તેવામાં સાવધાનીના ભાગ રૂપે ગુજરાતમાં પણ સરકાર ફરીથી માસ્ક ફરજિયાત પહેરવાના નિયમને લાવશે કે કેમ તે ખાસ જોવાનું રહેશે.
કેન્દ્રિય સ્વાસ્થ્યમંત્રીએ પણ દિલ્હીમાં યોજી બેઠક
બીજી તરફ કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં દિલ્હીમાં કોરોનાની સ્થિતિને લઈને બેઠક થઈ હતી. જેમાં ICMRના વિરોલોજીના હેડ નિવેદિતા ગુપ્તા, NTAGIના હેડ એન.કે અરોરા, નીતિ આયોગના સભ્ય વી.કે પૌલ અને NCDC તથા DBTના સભ્યો પણ હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને વેરિઅન્ટને ટ્રેક કરવા માટે કોવિડ-19 પોઝિટિવ સેમ્પલ્સના જીનોમ સિક્વન્સીંગ કરવા માટે આદેશ કર્યો છે.
શું છે આ જીનોમ સિક્વન્સિંગ ?
સરળ શબ્દોમાં કહીએ તો જીનોમ સિક્વન્સિંગ એ વાયરસના બાયોડેટા જેવું છે. વાયરસ કેવા પ્રકારનો છે, તે કેવા પ્રકારનો વાઈરસ દેખાય છે આ ઉપરાંત વાઈરસ અંગેની ઝનવટ ભરી માહિતી ત્યાંથી મળી શકે છે. વાયરસના વિશાળ જૂથને જીનોમ કહેવામાં આવે છે. વાયરસ વિશે જાણવાની પદ્ધતિને જીનોમ સિક્વન્સિંગ કહેવામાં આવે છે. તેના પરથી જ કોરોનાની નવી સ્ટ્રેઈન સામે આવી છે. નવા વેરિયન્ટ અંગે જાણકારી મળી શકે છે.
જીનોમ સિક્વન્સિંગની ભારતમાં માત્ર આટલી લેબ
વર્ષ 2019થી કોરોનાનું સંક્રમણ શરૂ છે ત્યારે ભારતભરમાં માત્ર 10 જીનોમ સિક્વન્સિંગ લેબ છે. આ 10 લેબમાં – ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (નવી દિલ્હી), CSIR-આર્કિયોલોજી ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (હૈદરાબાદ), DBT- ઇન્સ્ટિટ્યૂટ ઑફ લાઇફ સાયન્સ (ભુવનેશ્વર), DBT-ઇન STEM-NCBS (બેંગ્લોર), DBT- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ લેબ્સ ઓફ બાયોમેડિકલ જીનોમિક્સ (NIBMG), (કલ્યાણી, પશ્ચિમ બંગાળ), ICMR- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (પુણે).
ADVERTISEMENT