‘સુરત મ્યુનિ. કમિશનર મળતિયાઓને લાભ કરાવવા એજન્ટ બની ગયા છે’, હાઈકોર્ટ કેમ થઈ આકરા પાણીએ?

સુરત: સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે હાઈકોર્ટની નોટિસની ઉપરવટ જઈ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કૂમમાં મળતિયાઓને લાભ કરાવવા ફેરફાર કરતા કોર્ટે તેમની આકરી ઝાટકણી કાઢી છે.…

gujarattak
follow google news

સુરત: સુરત મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે હાઈકોર્ટની નોટિસની ઉપરવટ જઈ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કૂમમાં મળતિયાઓને લાભ કરાવવા ફેરફાર કરતા કોર્ટે તેમની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ નિર્ઝર દેસાઈએ કહ્યું કે, મળતિયાઓને લાભ કરાવવા માટે સુરત મ્યુનિ. કમિશનર એજન્ટ બની ગયા છે. પોતાને કોર્ટથી ઉપર સમજે છે, જે યોગ્ય નથી. આ મામલે કોર્ટે જવાબદારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને કમિશનરને પણ બિનશરતી માફી માગવાનો આદેશ કર્યો છે. મામલાની વધુ સુનાવણી આગામી 6 માર્ચે યોજાશે.

શું હતો સમગ્ર મામલો?
ઉધના-લિંબાયતની ટીપી નંબર 34માં થયેલા અન્યાય મામલે સુરતના એક રહીશે હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસની ન્યાયિક પ્રક્રિયા હજુ ચાલી રહી છે દરમિયાન જ પાલિકા દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જે વાત કોર્ટના ધ્યાને આવતા હાઈકોર્ટે સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલની ઝાટકણી કાઢી હતી.

આ પણ વાંચો: થોડી તો શરમ કરો! રાજકોટ યાર્ડમાં ખેડૂતે 472 કિલો ડુંગળી વેચી, પૈસા તો ન મળ્યા સામેથી 131 ચૂકવવા પડ્યા

‘IAS અધિકારી હોય એનો મતલબ એવો નથી કે મનફાવે તેવું વર્તન કરી શકે’
કોર્ટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને બોલાવી કહ્યું હતું કે, મ્યુનિ. કમિશનર પોતાની જાતને કોર્ટની ઉપર સમજે છે. મારી કોર્ટમાં આવતી વ્યક્તિને ન્યાય પર વિશ્વાસ હોવો જોઈએ. આ કેસમાં તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો. કમિશનરે જવાબદાર અધિકારીઓના સસ્પેન્શન લેટર સાથે કોર્ટમાં આવવું પડશે. કોર્ટમાં અરજદાર ન્યાયની અપેક્ષાએ આવતા હોય છે ત્યારે મ્યુનિ કમિશનર પોતાની રીતે નિર્ણય લે. સામાન્ય લોકોને એવું ન લાગવું જોઈએ કે કમિશનર હતા એટલે કોર્ટની ઉપરવટ ગયા. IAS અધિકારી હોય એનો મતલબ એવો નથી કે મનફાવે તેવું વર્તન કરી શકે. ખાનગી વ્યક્તિને લાભ કરાવવા શાલિની અગ્રવાલે જે કર્યું હોય તે સોગંદનામા પર રજૂ કરો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp