નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય બોલર મોહમ્મદ શમી હાલમાં IPLમાં પોતાની બોલિંગથી કમાલ કરી રહ્યો છે. બીજી તરફ તેની પત્ની હસીન જહાંએ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. શમી અને તેની પત્ની વચ્ચે બધુ બરાબર નથી. બંને વચ્ચે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે. દરમિયાન, શમીની પત્નીએ સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરી છે કે ભારતમાં છૂટાછેડા માટે એક સમાન કાયદો હોવો જોઈએ. દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે તલાક-ઉલ-હસન અને મુસ્લિમોના અધિકારક્ષેત્રની બહાર છૂટાછેડાની પરંપરાને રદ કરવી જોઈએ.
ADVERTISEMENT
હસીન જહાંની શું છે અરજી?
શમીની પત્ની વતી એડવોકેટ દીપક પ્રકાશે અરજી દાખલ કરી હતી. અરજદારે કોર્ટને જણાવ્યું કે, હસીન જહાં તલાક-ઉલ-હસનની એકપક્ષીય પ્રક્રિયાથી પીડિત છે, જે અધિકારક્ષેત્રની બહાર મેળવવામાં આવે છે. જહાંને તેના પતિ મોહમ્મદ શમી વતી તલાક-ઉલ-હસન હેઠળ જ 23 જુલાઈ, 2022ના રોજ છૂટાછેડાની પહેલી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ શમીના વકીલે આપી છે. હસીન જહાંના વકીલે કહ્યું કે શમી તરફથી નોટિસ મળ્યા બાદ હસીન જહાંએ તેના નજીકના મિત્રોનો પણ સંપર્ક કર્યો હતો જેઓ પોતે પણ આવા જ કેસમાં સામેલ છે.
પરિણીતીએ કહ્યું ક્યારે પણ નેતા સાથે લગ્ન નહી કરુ, હાલ ક્લિપ થઇ રહી છે VIRAL
હસીન જહાંના વકીલે કોર્ટને કહ્યું કે શમીની પત્ની શરિયત કાયદામાં સામેલ કઠોર વ્યવહારથી પીડાઈ રહી છે. તલાક-એ-બિદ્દત સિવાય, આ કાયદામાં અન્ય પ્રકારના તલાક છે જે પુરૂષોને તેમની પત્નીઓને તેમની મનમરજી પ્રમાણે છોડી દેવાની તક આપે છે. આમાં, છૂટાછેડા આપતા પતિઓ તેમની પત્નીઓને સમાધાનના અધિકાર વિના, તેમને સાંભળ્યા વિના તેમનો નિર્ણય લાદી દે છે. અરજદારે એવી પણ રજૂઆત કરી હતી કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શરિયત એપ્લિકેશન એક્ટ, 1937ની કલમ 2 ગેરબંધારણીય છે. તે દેશના બંધારણની કલમ 14, 15, 21 અને 25નું પણ ઉલ્લંઘન કરે છે.
સુપ્રીમ કોર્ટે પીટીશનમાં હસીન જહાંની માંગણી સ્વીકારી
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં કહ્યું કે હું શરિયતનો શિકાર છું. આવી સ્થિતિમાં, હું સુપ્રીમ કોર્ટ પાસે માંગ કરું છું કે દેશમાં કાયદા વ્યવસ્થા માટે એક સમાન કાયદો હોવો જોઈએ. જહાં કહે છે કે તલાક-ઉલ-હસન, જે શરિયત કાયદા હેઠળ મુસ્લિમોમાં ઉપલબ્ધ છે અને ન્યાયિક મર્યાદાની બહાર છૂટાછેડાની અન્ય પરંપરાઓને પણ ખતમ કરવી જોઈએ. આ અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. એટલું જ નહીં કોર્ટે કેન્દ્ર સરકાર અને મહિલા આયોગને પણ નોટિસ પાઠવી છે.
મોહમ્મદ શમીએ છૂટાછેડા લીધા નથી
મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે કોઈ કાયદાકીય રીતે છૂટાછેડા નથી થયા. હાલમાં બંને અલગ-અલગ રહે છે. નિર્ધારિત શરતો મુજબ, શમીએ તેની પત્નીને દર મહિને 1,30,000 રૂપિયા આપવા પડશે, જેમાંથી 80,000 રૂપિયા તેમની પુત્રીના ઉછેર માટે આપવામાં આવે છે. શમી IPL સિઝન 2023 માટે ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે. આ સિઝનમાં તે 19 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનારા બોલરની યાદીમાં ચોથા સ્થાને છે.
ADVERTISEMENT