IPL 2024 Auction : આજે દુબઈ ખાતે IPL 2024ની મિની હરાજીમાં ગુજરાતના આ ખેલાડી પર પૈસાનો વરસાદ થયો છે. આ વખતે અમદાવાદના હર્ષલ પટેલ પર કરોડો રૂપિયાની બોલી લાગવામાં આવી હતી. પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડમાં ખરીદ્યો છે. હર્ષલની બેસ પ્રાઈસ 2 કરોડ હતી પરંતુ તેની 5 ગણી કિંમતે આ ખેલાડી વેચાયો છે.
ADVERTISEMENT
પંજાબ કિંગ્સે હર્ષલ પટેલ પર કર્યો પૈસાનો વરસાદ
હર્ષલ 2021ની સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતો. જે છેલ્લી ત્રણ સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલો હતો. ગુજરાત ટાઇટન્સે હર્ષલ માટે બિડિંગ વોર શરૂ કરી હતી પરંતુ અંતે પંજાબ કિંગ્સે તેની પર મોંઘો દાવ લગાવી ખરીદ્યો હતો.
પંજાબ કિંગ્સે હર્ષલ પટેલ પર કર્યો પૈસાનો વરસાદ
હર્ષલ 2021ની સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી હતો. જે છેલ્લી ત્રણ સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલો હતો. ગુજરાત ટાઇટન્સે હર્ષલ માટે બિડિંગ વોર શરૂ કરી હતી પરંતુ અંતે પંજાબ કિંગ્સે તેની પર મોંઘો દાવ લગાવી ખરીદ્યો હતો. 2023ની આઈપીએલ હર્ષલ માટે સારી રહી ન હતી.
અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી
ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્સ વચ્ચે ગુજરાત અને કોલકાતા વચ્ચે ભારે રસાકસીની જંગ જામી હતી. આખરે કોલકાતાએ 24.75 કરોડ રૂપિયા ખર્ચીને તેને પોતાની ટીમમાં ખરીદ્યો હતો.
ADVERTISEMENT