ભાર્ગવી જોશી, જૂનાગઢ: જૂનાગઢમાં યોજાયેલ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હર્ષદ રીબદીયાને નજરઅંદાજ કરવામાં આવ્યા. જેમાં જૂનાગઢ જિલ્લાના ભાજપના ધારાસભ્યો તેમજ સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રધામંત્રીનું સ્વાગત કરી અને સ્મૃતિ ચિન્હ આપ્યું હતું. ત્યારે હર્ષદ રિબડીયા સૌથી છેલ્લે સ્ટેજ પર આવ્યા હતા એ પણ દૂરથી. ત્યારે બીજી વખત વડાપ્રધાને હર્ષદ રિબડીયા તરફ જોયું પણ ન હતું અને કોઈ વાતચીત પણ કરી ન હતી.
ADVERTISEMENT
તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા કોંગ્રેસ છોડી બીજેપીમાં જોડાયા છે. પરંતુ બીજેપીના કાર્યકર્તાઓ અને નેતાઓ હર્ષદ રિબડીયા સ્વીકાર ન કરી શક્યા હોય એમ હર્ષદ રિબડિયાંને નજરઅંદાજ કરતા હોય તેવા દ્રશ્યો સ્ટેજ પર સર્જાયા હતા. જ્યારે હર્ષદ રીબડિયાં સ્ટેજ પર બિરાજમાન તો થયા પણ દૂર દૂર રહેતા હતા.
ભાજપમાં રિબડીયાનો હજુ સ્વીકાર નથી થયો
નરેન્દ્ર મોદીએ પણ હર્ષદ રિબડીયા વિષે કે એમની સાથે એક વાર પણ વાતચીત કરી ન હતી. જાણે તે સ્ટેજ પર છે એ ખબર જ ન હોય એવું વર્તન કર્યું. આ પહેલા જવાહર ચાવડા જ્યારથી બીજેપીમાં જોડાયા છે ત્યારથી બીજેપીના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે પરંતુ એક દુરી રાખતા હોય એવા દ્ર્શ્યો ઘણી જોવા મળી ચૂક્યા છે. જ્યારે આ દ્રશ્યો રિબડીયા સાથે સર્જાયા હતા,. ત્યારે આજે હર્ષદ રિબડિયાના હાવભાવ ઉપરથી લાગ્યું કે બીજેપીમાં હજુ તેમનો સ્વીકાર થયો નથી.
હર્ષદ રિબડીયાનો ભાજપમાં સ્વીકાર થશે?
સ્ટેજ પર પણ સૌથી છેલ્લે બેસાડી દેવામાં આવેલ હર્ષદ રિબડીયા વર્ષ 2017માં ચૂંટાઈ આવ્યા હતા અને રાજીનામું આપ્યું તે પહેલા તે ધારાસભ્ય હતા. ત્યારે તેમને ધારાસભ્યો સાથે બેસાડવાને બદલે મેયર પછી તેમને બેસાડવામાં આવ્યા હતા. મતલબ સાફ છે કે હર્ષદ રિબડિયાને હજુ સ્વીકારતા બીજેપીને વાર લાગશે. ખાસ કરીને તેમને ટિકિટ આપવામાં આવે તો ભાજપના ઘણા કાર્યકર્તાઓ નારાજ થઈ શકે છે
ADVERTISEMENT