હર્ષદ રિબડીયા વડાપ્રધાનની ઉપસ્થિતિમાં જોડાશે ભાજપમાં? અક્ષય પટેલે પાડ્યો ખેલ

અમદાવાદ: ગુજરાત વિધાનસભા પહેલા કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના ખેડૂત નેતા હર્ષદ રિબડીયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું…

ribadiya

ribadiya

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા પહેલા કોંગ્રેસને એક બાદ એક ફટકા લાગી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના ખેડૂત નેતા હર્ષદ રિબડીયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રિબડીયાએ રાજીનામું ધરી દીધું છે. આ વચ્ચે મહત્વનું છે કે હર્ષદ રિબડીયા હવે કયા પક્ષમાં જોડાશે. રિબડીયા ભાજપમાં જોડાશે તે અટકળો તેજ થવા લાગી છે.

અક્ષય પટેલે પાડ્યો ખેલ ?
વર્ષ 2018 થી 2022સુધીમાં ગુજરાત કોંગ્રેસમાં આ 17 માં ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે. હર્ષદ રિબડીયાના રાજીનામાંથી કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. વિસાવદર બેઠક પરથી 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ હર્ષદ રિબડીયા સતત ચર્ચામાં રહ્યા હતા. ક્યારેક બંધુક લઈ દીપડાને મારવા પહોંચે તો ક્યારેક ભાજપના નેતા સાથે રાસ રમે પરંતુ હર્ષદ રિબડીયા હવે કોંગ્રેસ નો હાથ મૂકી કોણે સાથ આપશે તે મહત્વનું બન્યું છે. આ વચ્ચે હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાય તેવા સંકેતો આપી ચૂક્યા છે. હર્ષદ રિબડીયા જ્યારે રાજીનામું આપવા અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચ્યા ત્યારે તેમની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કરજણ વિધાનસભા બેઠકના અક્ષય પટેલ તેમની સાથે જોવા મળ્યા હતા.

વડાપ્રધાનની હાજરીમાં જોડાઈ શકે છે
હર્ષદ રિબડીયાને રાજીનામાં આપવામાં કોણે ખેલ પાડ્યો એ મહત્વનો સવાલ છે. આ વચ્ચે કરજણ વિધાનસભા બેઠકના અક્ષય પટેલ હર્ષદ રિબડીયા સાથે વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે રિબડીયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન 11 તારીખે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપના રંગે રંગાશે તેવી અટકળો લાગી રહી છે. 27 વર્ષથી કોંગ્રેસનો સાથ આપનાર હર્ષદ રિબડીયા હવે કોંગ્રેસનો વિરોધ કરતાં જોવા મળે તો નવાઈ નહીં.

રિબડીયાની રાજકીય સફર
1995 માં વિસાવદર યુવક કોંગ્રેસ પ્રમુખ બન્યા હતા. ત્યારબાદ 2007 વિસાવદર ધારાસભા બેઠક પરથી પ્રથમવાર ચૂંટણી લડ્યા અને કનુભાઈ ભાલાળા સામે હારનો સ્વાદ ચાખવો પાડ્યો. 2014ની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરત પટેલની સામે 10,000 મતે જીત મેળવી. 2017માં ફરી કોંગ્રેસ માંથી વિસાવદર વિધાનસભા બેઠકમાં ભાજપ ના કિરીટ પટેલની સામે 23,000 મતે જીત મેળવી.

    follow whatsapp