અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતમાં રાજકીય ભૂકંપો આવી રહ્યા છે. ગુજરાતમાં સતત રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ત્યારે આજે આ રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હર્ષદ રિબડીયા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા સંકેત ઇસુદાન ગઢવીએ આપ્યા છે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી સતત પ્રચારમાં લાગી છે. આ વચ્ચે ઇસુદાન ગઢવીએ આજે ટ્વિટ કરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે. ઇસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસના કેટલાય સારા નેતાઓ થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે.
આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ટ્વિટ કર્યા બાદ થોડા કલાકો બાદ હર્ષદ રિબડીયાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત થોડા દિવસો પહેલા જૂનાગઢમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ સભા સંબોધી હતી આ દરમિયાન હર્ષદ રિબડીયા અંગે ખેલ પાડવામાં આવ્યો હોઇ શકે છે. આ ઉપરાંત આજે ઇસુદાન ગઢવીના ટ્વિટથી હર્ષદ રિબડીયાની આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો લગાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલા હર્ષદ રિબડીયાએ ભાજપમાં જવા અંગે જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે અહેમદભાઈ પટેલ વખતેની રાજ્યસભાની ચૂંટણીમાં 40 કરોડ આપતા હતા પરંતુ સિંહ ખડ ન ખાય તેમ કહી અને ભાજપમાં જોડાવાની વાત નકારી હતી.
ADVERTISEMENT