અમદાવાદ: રવિવારે ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જનસંવાદ કર્યો હતો. જેમાં કેજરીવાલે એક સફાઈ કર્મચારીને પોતાના ઘરે જમવા માટેનું આમંત્રણ આપ્યું હતું. ત્યારે આજે સોમવારે જ આ સફાઈ કર્મચારીનો પરિવાર વિમાનમાં બેસી દિલ્હી જવા રવાના થયો હતો.
ADVERTISEMENT
વિમાન બેઠેલા હર્ષના પરિવારની તસવીર સામે આવી
ગોપાલ ઈટાલિયાએ અમદાવાદ એરપોર્ટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં સફાઈ કર્મચારી હર્ષ સોલંકી તથા તેનો પરિવાર છે. હર્ષ અને તેનો પરિવાર એરપોર્ટ પર વિમાનમાં બેઠેલા છે અને તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે જમવા માટે જઈ રહ્યા છે. કેજરીવાલે આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, હર્ષ અને તેમના પરિવારનું સ્વાગત છે. મારો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે.
કેજરીવાલે આપ્યું હતું જમવાનું આમંત્રણ
ગઈકાલે શાહીબાગમાં સફાઈ કર્મચારીઓ અરવિંદ કેજરીવાલે એક જનસંવાદ કાર્યક્રમમાં જનસંવાદ કર્યો હતો. જેમાં હર્ષ સોલંકી નામના યુવકે કેજરીવાલે તેના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું હતું. જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પહેલા તમે મારા ઘરે આવો, પછી અમે તમારા ઘરે આવીશું. જેથી હર્ષના આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ પણ તેના ઘરે પહોંચશે.
દિલ્હીમાં પંજાબ ભવનમાં કરશે રોકાણ
ગુજરાતથી ગયેલો હર્ષ અને તેનો પરિવાર ગુજરાતના પંજાબ ભવન ખાતે રોકાણ કરશે. અરવિંદ કેજરીવાલ દ્વારા હર્ષની તમામ મુસાફરીનો ખર્ચ ઉઠાવવા માટેની બાંહેધરી અપાઈ હતી. ઉપરાંત તેમને અન્ય રસ્તે આવવા જવા દરમિયાન કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની પણ બાંહેધરી પણ આપી હતી.
ADVERTISEMENT