સુરતઃ ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં તંત્ર એક્ટિવ મોડમાં છે. ચાઈનીઝ દોરીને લઈને ઘણા વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી બાજુ હજારો રૂપિયાના મુદ્દામાલને કબજે કરાઈ રહ્યા છે. ત્યારે રિપોર્ટ્સ પ્રમાણે હર્ષ સંઘવીએ પણ ચાઈનીઝ દોરીને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેમણે પોલીસને આ અંગે ખાસ સુચના પણ આપી દીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ADVERTISEMENT
ચાઈનીઝ દોરીને લઈને મોટુ નિવેદન..
ગુજરાત પોલીસની ખાસ મુહિમને લઈને હર્ષ સંઘવીએ મોટુ નિવેદન આપ્યું હતું. આની સાથે બજારમાં વેચાઈ રહેલી ચાઈનીઝ દોરીઓ અંગે પણ મોટી વાત કહી હતી. તેમણે પોલીસને ટકોર કરતા કહ્યું કે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય એના માટે સતર્ક રહેજો. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે અત્યારે લોકો તથા પક્ષીઓના જીવની રક્ષા માટે સતત કામગીરી કરી રહ્યા છે.
With Input: સંજયસિંહ રાઠોડ
તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસની છે બાજ નજર
ગુજરાતમાં તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ પોલીસે બાજ નજર રાખી છે. નોંધનીય છે કે અત્યારે પોલીસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તુક્કલ વેચાણ અને ઉપયોગ સામે પણ કડક પગલા લેવાઈ શકે એવા મીડિયા અહેવાલો મળી રહ્યા છે. એકબાજુ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જ્યારે બીજીબાજુ તુક્કલોના કારણે સર્જાતી ગંભીર ઘટનાઓની પણ નોંધના પગલે આના વેચાણ સામે પણ પોલીસે લાલ આંખ કરી દીધી છે.
ચાઈનીઝ દોરીને લઈ અમદાવાદ પોલીસે શરૂ કરી ખાસ ઝુંબેશ
મકર સંક્રાંતિનો તહેવાર નજીક હોવાથી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જોકે આમ છતાં પણ બજારમા ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ ચાઇનીઝ દોરી પકતડની જઅને ઝુંબેશ હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા અને સુરતમાં ચાઈનીઝ દોરીથી 1-1 વ્યક્તિનાં મોત થયા હતા. આ દરમિયાન અમદાવાદમાં ચાઇનીઝ દોરી સામે અમદાવાદ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 170 જેટલા ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ના કેસ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT