36 વર્ષના યુવાનને આ કારણે સોંપવામાં આવ્યું ગૃહરાજ્ય મંત્રીનું પદ, હર્ષ સંઘવીની રસપ્રદ છે રાજકીય સફર

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીના પરિણામ માટે ફક્ત પક્ષ નહીં પણ ઉમેદવાર પણ ખૂબ જ મહત્વનો માનવમાં આવે છે. વર્ષ…

Harsh Sanghvi

Harsh Sanghvi

follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીના પરિણામ માટે ફક્ત પક્ષ નહીં પણ ઉમેદવાર પણ ખૂબ જ મહત્વનો માનવમાં આવે છે. વર્ષ 2022ની ચુંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળશે. ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં યુવા મંત્રી પર સૌથી મહત્વની જવાબદારી સોપવા પાછળ અનેક પરિબળ છે. હર્ષ સંઘવી વર્ષ 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ગુજરાત ભાજપના સૌથી યુવા ધારાસભ્ય હતા. પોતાની કાર્યકુશળતાના જોરે પાર્ટીમાં સ્થાન બનાવનાર હર્ષ સંઘવીની રાજકીય સફર ખૂબ રસપ્રદ છે.

ગુજરાતને આમ તો રાજકીય લેબોરેટરી માનવમાં આવે છે. રાજકીય પ્રયોગ ગુજરાતમાં વધુ કરવામાં આવે છે. આવો એક પ્રયોગ 2021માં થયો હતો ગુજરાતમાં મુખ્યમંત્રી પદ્દ પરથી વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું અને કોઈએ વિચાર્યું પણ  ન હોય તેમ ભુપેન્દ્ર પટેલને ગુજરાતની સત્તા સોપવામાં આવી. આ સત્તાના તમામ સારથિઓ એક દમ નવા ચહેરા હતા. કોઈ પણ મંત્રીને રિપીટ કરવામાં આવ્યા ન હતા અને તમામ મંત્રી એટ્લે કે ગુજરાતનો રથ ચલાવવા ભાજપે 24 મહારથીઓને મેદાને ઉતાર્યા જેમાં સૌથી યુવા મંત્રીની વાત કરવામાં આવે તો હર્ષ સંઘવીને ગૃહ વિભાગનો રાજયકક્ષાનો સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો. હર્ષ સંઘવી સતત એક્ટિવ રહેનાર મંત્રીઓમથી એક મંત્રી માનવમાં આવે છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉંમર માત્ર 36 જ વર્ષ છે. છતાં તેમને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથેના ગૃહમંત્રી બનાવવામાં આવ્યા તે જ તેમની વહીવટી કુશળતાનું ઉદાહરણ છે. જૈન સમાજમાંથી આવતા હર્ષ સંઘવીનું માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક પ્રદાન પણ ખૂબ જ મહત્વનુ ગણવામાં આવે છે. ગુજરાત ભાજપના સૌથી યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને  આપ પહેલા ભાજપ યુવા મોરચા(BJYM)ના રાષ્ટ્રીય ઉપપ્રમુખની જવાબદારી સોપવામાં આવી હતી.

લાલચોકમાં ફરકાવ્યો તિરંગો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રસ્તે હર્ષ સંઘવી ચાલ્યા હતા. ધારાસભ્ય પણ ન હતા ત્યારે તે શ્રીનગરના લાલચોકમાં 2011માં તિરંગો ફરકાવીને ચર્ચામાં આવ્યાં હતાં

27 વર્ષની ઉમરે બન્યા ધારાસભ્ય
બાળપણથી રાજકારણમાં રુચિ ધરાવનાર હર્ષ સંઘવી વર્ષ 2012માં ફક્ત 27 વર્ષની ઉમરે ધારાસભ્ય બન્યા હતા. અને વર્ષ 2012માં ગુજરાત વિધાનસભામાં રેકોર્ડ બ્રેક મતથી જીતનાર ધારાસભ્યમાં ચોથું નામ ધરાવતા હતા.

પુલવામા હુમલા વખતે હર્ષ સંઘવી આવ્યા મદદે
હર્ષ સંઘવીએ નર્મદ યુનિ. માં 2012માં સેનેટની ચૂંટણીમાં ભાજપને 12માંથી 9 બેઠક મેળવી હતી. 2012માં જ હર્ષ સંઘવીએ તાપી શુદ્ધીકરણની શરૂઆત કરી હતી. જેને કારણે બાદમાં રાજ્ય સરકારે તાપી શુદ્ધીકરણ માટેની 900થી વધુ કરોડની યોજના જાહેર કરવી પડી હતી. હર્ષ સંઘવીએ તાપી શુદ્ધીકરણ માટે મુખ્યમંત્રી રૂપાણીની આગેવાનીમાં 21 કિ.મી.ની મેરેથોન દોડ પણ યોજી હતી. સુરતમાં 2019માં પુલવામા હુમલા વખતે હર્ષ સંઘવીએ કાર્યક્રમ કરીને શહીદો માટે 4 કરોડનું ફંડ એકઠું કર્યું હતું.

હર્ષ સંઘવીના ટ્વિટને ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી
વર્ષ 2014-15માં સંઘવી અમેરિકાના દૂતાવાસ દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશિપ પ્રોગ્રામનો ભાગ બન્યા હતા. હર્ષ સંઘવીએ જે તસવીર ટ્વીટ કરી તે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની એ મુલાકાતની હતી જેની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી હાઉડી મોદી કાર્યક્રમ સતત ચર્ચામાં હતો . અમેરિકાના હ્યુસ્ટન ખાતે હજારોની સંખ્યામાં ભારતીય મૂળના લોકો નરેન્દ્ર મોદીને સાંભળવા પહોચ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની મુલાકાતની એક તસવીર ભાજપના સુરતથી ધારાસભ્ય હર્ષ સંઘવીએ ટ્વીટ કરી હતી અને આ તસવીરને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રિટ્વીટ કરી.

ટ્વીટમાં હર્ષ સંઘવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણમાં કહેલી વાત લખી હતી જેમાં કહ્યું હતું, ” ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી દીધી છે. તેમણે અમેરિકા અને વિશ્વ માટે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ભારતે ખૂબ સારા સંબંધ સ્થાપિત કર્યા છે.

હર્ષ સંઘવીની ડ્રગ્સ મામલે કાર્યકુશળતા
હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી બન્યા બાદ ગુજરાતમાંથી સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે ત્યારે આ મામલે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, ગુજરાત પોલીસે ડ્રગ્સ માફિયાઓમાં ભયનો માહોલ સર્જ્યો છે. ગુજરાત સુરક્ષિત રાજ્ય છે અને ગુજરાતની પોલીસે પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે સ્થળોએ પહોંચાડવામાં આવતા ડ્રગ્સને ઝડપવાની સામાજીક જવાબદારી સુંદર રીતે નિભાવી છે. રાજ્યની સરહદમાં ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવે તે પહેલા જ પોલીસ તેને ઝડપી લેવા માટે સજ્જ હોય છે. દેશમાં માત્ર ગુજરાત પોલીસને જ ડ્રગ્સ રેકેટ ઝડપવામાં ભારે મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસે માહિતીના મોટા સ્ત્રોત ઉભા કર્યા છે. પાકિસ્તાન સરહદેથી ડ્રગ્સ ઘૂસાડવા પ્રયત્ન થાય છે તેનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે.

    follow whatsapp