Harsh Sanghvi એ ઓવૈસીની સુરક્ષાની લીધી જવાબદારી, જાણો શું છે કારણ

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. મહિનાઓથી નેતાઓ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે. આ દરમિયાન આજે હર્ષ સંઘવીએ ઓવૈસીની સુરક્ષાની જવાબદારી લીધી છે. આજતકના…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. મહિનાઓથી નેતાઓ ગુજરાત પ્રવાસ ખેડી રહ્યા છે. આ દરમિયાન આજે હર્ષ સંઘવીએ ઓવૈસીની સુરક્ષાની જવાબદારી લીધી છે. આજતકના પંચાયત આજતક કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, જે ઈચ્છે તે રાજ્યમાં આવીને પ્રચાર કરી શકે છે. સુરક્ષા પૂરી પાડવી એ તેમની સરકારની ગેરંટી છે. તેઓ કહે છે કે ઓવૈસી ગુજરાત આવે, તેઓ વ્યવસ્થા કરવા તૈયાર છે. કોઈપણ નેતાને સુરક્ષા આપવાની જવાબદારી મારી છે.

ગુજરાત ચૂંટણીના સૌથી મોટા રાજકીય કાર્યક્રમ પંચાયત આજતકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દરેક મુદ્દા પર વિગતવાર વાત કરી છે. તેમના તરફથી એવા આરોપોનો જવાબ પણ આપવામાં આવ્યો છે જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે AIMIM બીજેપીની B ટીમ તરીકે કામ કરી રહી છે. આ વખતે સંઘવીએ અસદુદ્દીન ઓવૈસી પર પથ્થરમારો પર પણ સ્પષ્ટતા રજૂ કરી છે.

કોઈપણ નેતાને સુરક્ષા આપવાની જવાબદારી મારી છે
AIMIM દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓવૈસીને ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. તેના પર હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે જે ઈચ્છે તે રાજ્યમાં આવીને પ્રચાર કરી શકે છે. સુરક્ષા પૂરી પાડવી એ તેમની સરકારની ગેરંટી છે. તેઓ કહે છે કે ઓવૈસી ગુજરાત આવે, તેઓ વ્યવસ્થા કરવા તૈયાર છે. કોઈપણ નેતાને સુરક્ષા આપવાની જવાબદારી મારી છે. જે વંદે ભારત ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં બાંધકામના કારણે પત્થર ઉદ્યો હતો અને તેના કારણે કાચ તૂટયો હતો.  તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે, અમે કોઈ પક્ષથી ડરતા નથી. જેને પ્રચાર કરવો હોય તે આવીને કરી શકે છે.

હર્ષ  સંઘવી પર લાગ્યો આ આરોપ
હર્ષ સંઘવી પર આરોપ હતો કે તેમને સુરતમાં જાહેર સભા કરવા દેવામાં આવી નથી, સભામાં મોદી-મોદીના નારા લગાવવામાં આવી રહ્યા છે, કાળા ઝંડા બતાવવામાં આવી રહ્યા છે. તેના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દેશમાં તેમજ વિદેશમાં પણ મોદી-મોદીના નારા લગાવવામાં આવે છે. પરંતુ આવો ઓવૈસીજી, અમે તેમની વ્યવસ્થા માટે તૈયાર છીએ, કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં થવા દઈએ.

    follow whatsapp