અમદાવાદ: ગુઆજરાત્મા વિધાનસભાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય વળાંકો જોવા મળી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિવિધ મુદ્દે ફસાઈ રહ્યા છે. ત્યારે આમ આમી પાર્ટીના બારડોલી બેઠકના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકી વિવાદમાં ફસાયા છે. રાજેન્દ્ર સોલંકીની ગાડીમાં હવાલાથી આવેલા 20 લાખ રૂપિયા મળવા સવાલોના ઘેરામાં નાખી દીધા છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ રૂપિયા ક્યાંથી આવ્યા. કંઈ રીતે આવ્યા, અને શેના માટે આટલા બધા રૂપિયા દિલ્હીથી મોકલાવવામાં આવે છે તે સવાલ રાજેન્દ્ર સોલંકી ને પૂછવા જોઈએ
ADVERTISEMENT
આપ ઉમેદવારના પૈસા હોવાનું સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતા સતત વિવાદોમાં ઘેરાયેલા રહે છે. એવામાં હવે બારડોલી વિધાનસભા ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની ગાડીમાં હવાલાથી આવેલા 20 લાખ રૂપિયા મળવા સવાલોના ઘેરામાં નાખી દીધા છે. સુરત રેંજ આઇજી રાજકુમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, આ અગાઉ પણ હવાલા દ્વારા કુલ 45 લાખ રૂપિયા આવ્યા છે. જેના મુદ્દે આવકવેરા વિભાગ હવે બારડોલી પહોંચીને તપાસ શરૂ કરી છે.
શું છે સમગ્ર ઘટના
સુરતમાં ઇકોસ્પોર્ટ કાર GJ19AM6502 નો કાચ તોડીને બેગ કાઢવામાં આવી હતી. તે કારનો ડ્રાઇવર પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇને પહોંચ્યો હતો. પોલીસને રૂપિયાથી ભરેલું બેગ જોઇને ચોંકી ઉઠી હતી. તપાસ કરતા ખબર પડી કે જે કારનો કાચ તોડવામાં આવ્યો છે તે ગાડી બારડોલી આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની છે. આ મુદ્દે તપાસ શરૂ થઇ તો માહિતી મળી કે આ પૈસા આંગડીયા પેઢીથી મંગાવવામાં આવ્યા હતા. પોલીસે આ પૈસા મુદ્દે રાજેન્દ્ર સોલંકીને પુછવામાં આવ્યું તો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી પોલીસ દ્વારા આ મુદ્દે આવકવેરા વિભાગને પણ બોલાવવામાં આવ્યા છે. જ્યારે આવકવેરા વિભાગ અને સુરત ગ્રામીણ પોલીસની એસઓજી ટીમ આગળની તપાસ કરશે.
હર્ષ સંઘવીએ ઉઠાવ્યા સવાલ
આ ઘટના મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે ઉમેદવારે છેલ્લા અનેક વર્ષથી ઇન્કમટેક્સ નથી ભર્યો તે 20 લાખ રૂપિયા દિલ્હી આમ આદમી પાર્ટી કાર્યાલય થી અહી આવે. કઈ રીતે આવ્યા? કેટલા દિવસ થી કેટલા કેટલા રૂપિયા આવ્યા છે. આ સવાલ ઉમેદવારને કરવા જોઈએ. આ રૂપિયા ક્યાંથી આવ્યા અને શેના માટે આટલા બધા રૂપિયા મોકલવામાં આવ્યા.
ADVERTISEMENT