હર્ષ સંઘવીએ ગરબામાં પથ્થરમારો કરનારાને ચેતવ્યા, કહ્યું- કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રીમાં ગરબા રમતા સમયે ઉંઢેલા ગામમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે હર્ષ સંઘવીએ ચોખ્ખા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં નવરાત્રીમાં ગરબા રમતા સમયે ઉંઢેલા ગામમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે હર્ષ સંઘવીએ ચોખ્ખા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું કે અસમાજિક તત્વોએ સમજી જવું પડશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારપછી હર્ષ સંઘવીએ ધાર્મિક તહેવારોમાં શાંતિ ડહોળવા સહિતના મુદ્દા પર નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે ઉંઢેલા ગામમાં મોડી રાત્રે અન્ય સમુદાયનાં 200થી વધુ લોકોના ટોળાએ આવીને પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે અહીં સ્થિતિ કથળી હતી. જોકે પોલીસે ત્યારપછી કાર્યવાહી હાથ ધરી તેમની સામે કડક પગલા ભર્યા હતા. તો ચલો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આ મુદ્દેના નિવેદન પર નજર કરીએ.

હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં સમજાવ્યા
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીમાં ગરબા રમતા સમયે ઉંઢેલા ગામમાં થયેલી પથ્થર મારાની ઘટના પર નિવેદન આપ્યું છે. તેમણે કડક શબ્દોમાં જણાવી દીધું છે કે આવું કૃત્ય ક્યારેય સમાજ સ્વીકારશે નહીં. આનાથી ધાર્મિક પ્રસંગે શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. વળી અસામાજિક તત્વોને ચેતવણી આપતા તેમણે કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઉલ્લેખનીય છે કે ગરબા દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના ઘણી ચોંકાવનારી હતી.

સરપંચ માનતા પૂરી કરવા ગરબે ઘૂમ્યા, જાણો ઘટનાક્રમ
સ્થાનિક લોકોએ કહ્યું કે સરપંચે માનતા રાખી હતી કે તેઓ જીતશે તો પાંચ રાઉન્ડ ગરબા કરશે. જોકે આ દરમિયાન પ્રિપ્લાન ષડયંત્ર કહી શકાય એમ સરપંચ જેવા ગરબે ઘૂમ્યા કે ગણતરીની મિનિટોમાં અન્ય સમુદાયના લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે સૌથી પહેલા તો અન્ય સમુદાયના લોકોએ અહીં ગરબા ન રમવા તથા ડીજેના સાઉન્ડને બંધ રાખવા ટકોર કરી હતી. તેના સામે લોકોએ કહ્યું કે અમે કેમ ગરબા ન રમીએ. બસ આ દરમિયાન વાતચીત થઈ તેમાં અન્ય સમુદાયના લોકોના એક જૂથે પથ્થર મારો કર્યો હતો. જેમાં 6 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અત્યારે તેઓ સારવાર હેઠળ છે.

પોલીસે આરોપીને ફટકાર્યા હોવાનો કથિત વીડિયો વાઈરલ
ત્યારપછી ગણતરીના કલાકોમાં પોલીસે આ પથ્થરમારો કરનારા કેટલાક શખસોની ધરપકડ કરી લીધી હતી. એટલું જ નહીં કથિત રીતે વાઈરલ થયેલા એક વીડિયોમાં પોલીસ દંડા વડે તેમની જોરદાર ધોલાઈ કરતી હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન ગ્રામજનો સામે જ આ શખસોને મેથીપાક ચખાડવામાં આવ્યો હતો.

    follow whatsapp