રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી પ્રદૂષણ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. તેવામાં રાજકોટથી જુનાગઢ રૂટ પર પ્રદૂષણ મુક્ત પાંચ ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેનું ભાડુ લગભગ 150 રૂપિયા સુધી રખાયું છે. ત્યારે આને ગ્રીન ફ્લેગ હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યો હતો. પાંચ ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ બસ પોર્ટ ખાતે કરાયું હતું. ચલો આની સુવિધાઓ પર નજર કરીએ…
ADVERTISEMENT
ગ્રીન એનર્જીને સરકારનું પ્રોત્સાહન..
હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર સતત મુસાફરોની સુવિધા મળી રહે એના માટે કાર્યરત છે. તેમણે આગામી 90થી 100 દિવસનો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 900થી વધુ નવી બસોની ખરીદી પણ સરકાર કરી શકે છે. તથા આ બસોમાં ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. જેથી લઈને મુસાફરોને બસ સ્ટેન્ડમાં કોઈ મુશ્કેલીઓ ન પડે તથા અન્ય તકેદારીઓ પણ રાખી શકાય.
કેન્ટીનમાં ચાની મજા લીધી…
હર્ષ સંઘવીએ ત્યારપછી સરપ્રાઈઝ વિઝિટ પણ કરી હતી. વિવિધ સ્ટેન્ડોમાં કેન્ટીન અને ત્યાં ફૂડ ક્વોલિટી અંગે સમીક્ષા કરી. તથા પદાધિકારીઓ સાથે ચાની ચૂસકી પણ માણી હતી. આ ઈલેક્ટ્રિક બસના લોકાર્પણમાં અન્ય ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT