રજનીકાંત જોશી.દ્વારકાઃ બિપોરજોય વાવાઝોડાની અતિ ગંભીર સ્થિતિ જોતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઓખા કોસ્ટ ગાર્ડ.આઇ.એન.એસ. દ્વારકા, ગુજરાત રાજ્ય ડી.જી. જિલ્લા પોલીસ વડા, N.D.R F ની ટીમ સાથે એક સંયુક્ત મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં તેમણે વાવાઝોડાની તિવ્રતા અને તેના કારણે શક્ય તેટલી ઓછી અસરો કેવી રીતે કરી શકાય તેને લઈને ચર્ચાઓ કરી હતી. સાથે જ વાવાઝોડું વદારે નુકસાન ના પહોંચાડી શકે તેના માટે શું શું કરી શકાય તેની ચર્ચાઓ કરી હતી.
ADVERTISEMENT
જેની ‘તમન્ના’ દરેક સુપર સ્ટારને છે તે આ અભિનેતાને જાહેરમાં ચાલુ કર્યો રોમાન્સ
વાવાઝોડાના નુકસાનથી ઝડપી રિકવરીની પણ ચર્ચા
હાલમાં બિપોરજોય વાવાઝોડું ગુજરાત અને ખાસ કરીને દ્વારકા નજીકથી પસાર થઈ રહ્યું છે. તેની તકેદારી રૂપે કોઈ જાનહાની ના થાય તેમજ વાવાઝોડું પસાર થયા બાદ કોઈ નુકસાનીને ઝડપથી રિપેર કરવા માટે તમામ પ્રકારની તયારીઓ માટે માહિતી અને માર્ગદર્શન અંગે આ સયુંકત મિટિંગ યોજાઈ હતી. મિટિંગ બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઓખા કોસ્ટ ગાર્ડ સ્ટેશન અને જે.ટી.ની મુલાકાત કઈ ઓખા કોસ્ટના તમામ અધિકારીઓ અને જવાનોનો આભાર માની શુભેચ્છા પાઠવી હતી.
ADVERTISEMENT