KKR vs SRH: હૈદરાબાદના 13.25 કરોડના ખેલાડીએ 55 બોલમાં ફટકારી IPL 2023ની પ્રથમ સદી

કોલકાતા: IPLમાં ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચમાં IPL 2023ની પ્રથમ સદી વાગી છે. હૈદરાબાદના હેરી બ્રકે 55 બોલમાં…

gujarattak
follow google news

કોલકાતા: IPLમાં ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચમાં IPL 2023ની પ્રથમ સદી વાગી છે. હૈદરાબાદના હેરી બ્રકે 55 બોલમાં 100 રન ફટકાર્યા છે. પોતાની વિસ્ફોટક ઈનિંગ્સમાં તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેની મદદથી હૈદરાબાદે KKRને 20 ઓવરમાં 229 રનનો ટાર્ગેટ આપ્યો છે.

સનરાઈઝર્સ હૈદરબાદે 13.25 કરોડમાં ખરીદ્યો હતો
IPLમાં પહેલીવાર રમી રહેલા હેરી બ્રુકે પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારીને આ સીઝનનો પ્રથમ સદી વીર બની ગયો છે. ખાસ વાત એ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 13.25 કરોડ રૂપિયામાં હેરી બ્રૂકને ખરીદ્યો હતો. તે આ સીઝનમાં અત્યાર સુધીની મેચોમાં ખાસ પ્રદર્શન નહોતો કરી શક્યો, પરંતુ આજના પ્રદર્શની તેણે પોતાના ટીકાકારોને જવાબ આપી દીધો છે.

    follow whatsapp