વિપિન પ્રજાપતિ/પાટણ: રાજ્યમાં મફત વીજળી પર રાજનીતિ ખુબ જોરશોરથી ચાલી રહી છે. રાજ્યમાં ચૂંટણી ટાળે કેજરીવાલ દ્વારા મફત વીજળી આપવાની વાતો કરતા ભાજપના નેતાઓ તેને મફતની રેવડી બતાવી રહ્યા છે. ત્યારે ભાજપના કોર્પોરેટર પોતે જ વીજચોરી કરતા પકડાયા છે, એવામાં ફ્રીની રેવડીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
ADVERTISEMENT
UGVCLએ ફટકાર્યો આટલો દંડ
પાટણના હારીજમાં સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા ભાજપના કોર્પોરેટર અમરત પ્રજાપતિએ મીટરમાં વાયરો કાપી અલગ અલગ લોડ પ્રમાણે સ્વીચો મૂકી હતી. જેથી પોતાની મરજી મુજબ લાઈટ બિલ મેળવી શકે. UGVCLના અધિકારીને આ ચોરીની જાણ થતા કોર્પોરેટર ઘરે તપાસ હાથ ધરી હતી. જેમાં આ વીજ ચોરી ઝડપાઇ હતી. ચોરી મામલે UGVCL દ્વારા રૂ.65911 નો દંડ કોર્પોરેટરને ફટકારવામાં આવ્યો હતો.
ઈસુદાન ગઢવીએ ભાજપને ઘેર્યું
ઈસુદાન ગઢવીએ હવે ભાજપને ઘેરતા લખ્યું કે, લો બોલો! પેહલા પ્રદેશ પ્રમુખ અને હવે કોર્પોરેટર આ ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવામાંથી ક્યારેય ઊંચા નથી આવવાના, આપણને નિઃશુલ્ક વીજળી ના લેવાની સુફિયાણી સલાહ આપતા ભ્રષ્ટ ભાજપના નેતાઓ પોતે જ વીજચોરી કરી પોતાની તિજોરીઓ ભરે છે.
સ્વિચથી મીટર ચાલુ બંધ થાય તેવી સિસ્ટમ ગોઠવી હતી
પાટણના હારીજમાં સિદ્ધેશ્વરી સોસાયટીમાં વીજ ચોરી થતી હોવાની UGVCLની ટીમને બાતમી મળી હતી. UGVCLના નાયબ ઈજનેર, એલ.એમ.નિનામા અને સ્ટાફને અમરત પ્રજાપતિની સિદ્ધેશ્વરી સોસાયટીમાં વીજ ચોરી થવાની બાતમી મળતા ઓચિંતી રેડ પાડી હતી. જેમાં મીટરમાં આવતા સર્વિસ વાયરમાં ટેપિંગ કરી અલગથી સ્વીચ મૂકી મીટરને ફરતું અટકાવાતું હતું. સ્વીચ દ્વારા મીટર ચાલુ બંધ થાય તેવી સિસ્ટમ ગોઠવી હતી.
ADVERTISEMENT