દર્શન ઠકકર,જામનગર: હાર્દિક પટેલ આંદોલનકારી નેતા છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલનો રાજયોગ શરૂ થયો તેમ કહી શકાય. ત્યારે વર્ષ 2017માં મંજૂરી વગર સભા કરવા મામલે પાટીદાર નેતા અને ધારાસભ્ય હાર્દિક પટેલ જામનગર અદાલત સમક્ષ હજાર થયા હતા. ત્યારે પાટીદાર અનામત આંદોલનના કેસ મામલે નિવેદન આપતા કહ્યું કે, પાટીદારોના પાસ અનામત આંદોલન વખતના તમામ કેસ પાછા ખેંચવા સરકાર કાર્યવાહી કરી છે .પરંતુ અમુક કેસો એવા છે જે કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે.
ADVERTISEMENT
વર્ષ 2017ના 4 નવેમ્બરે જામનગર નજીકના ધૂતારપર ખાતે પાસ આંદોલન વખતે પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં એક સભા યોજવામાં આવી હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી. જે બાદ આ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ આજે જામનગર એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજર થયા હતા. અને તેમનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા હતા
આવતી કાલે કોર્ટમાં દલીલની કાર્યવાહી થશે
આ કેસમાં અગાઉ 21 સાહેદો તપાસ્યા હતા. જે બાદ ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.. જો કે હજુ આવતીકાલે આ કેસમાં દલીલની કાર્યવાહી કોર્ટમાં કરવામાં આવશે. આમ, ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વર્ષ 2017ના પાસ અનામત આંદોલન વખતના કેસને લઈને જામનગર કોર્ટમાં હાજર થયા હતા.
આ પણ વાંચો: પેપર લીક મામલે રાજ્યમાં વિરોધ પ્રદર્શન વચ્ચે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જાણો શું કહ્યું
અનામત આંદોલનના કેસ મામલે કારવાહી શરૂ
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મને ન્યાયતંત્ર પર ભરોસો છે. મેં જવાબ રજૂ કર્યું છે. અને મને વિશ્વાસ છે કે હું નિર્દોષ છૂટીશ. જો કે, પાટીદારોના પાસ અનામત આંદોલન વખતના તમામ કેસ પાછા ખેંચવા સરકાર કાર્યવાહી કરી છે .પરંતુ અમુક કેસો એવા છે જે કોર્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT