અમદાવાદ : વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની કાયદાકીય મુશ્કેલીઓ સતત વધતી જ જઇ રહી છે. પાટીદાર આંદોલન સમયે નિકોલમાં થયેલા એક કેસમાં કોર્ટે સમન્સ પાઠવીને આગામી સુનાવણીમાં હાજર રહેવા માટે આદેશ આપ્યો છે. ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ સમન્સ ઇશ્યુ કર્યુ છે. હાર્દિક પટેલને આગામી ફેબ્રુઆરીએ 8 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જશીટ થઇ ચુકી છે
ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ સામે ચાર્જશીટ થઇ ચુકી છે. 100થી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કેસમાં 10થી વધુ સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી. 8 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને હાજર રહેવા માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે. નિકોલમાં આમરણાંત ઉપવાસ પર બેસે તે પહેલા જ હાર્દિકની અટકાયત કરવામાં આવી હતી.
હાર્દિક પટેલ વિરુદ્ધ પોલીસ સાથે ગેરવર્તણુંકનો ગુનો
હાર્દિક પટેલ સહિત 9 લોકોની અટકાયત બાદ ગુનો પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. 25 ઓગસ્ટ 2018 પોલીસ સાથે ગેરવર્તનની ફરિયાદ નોંધાઇ હતી. ગીતા પટેલ કિરણ પટેલ સહિતના લોકો સામે ગુનો નોંધાયેલો હતો. જે અંગેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી હતી.
હાઇકોર્ટ પણ સરકાર પર વ્યંગ કરી ચુકી છે
હાર્દિક પટેલે કહ્યું કે, ટૂંક સમયમાં જ પાટીદારો પર થયેલા કેસ અંગે કઇ નિર્ણય લેવાશે. આ માટે મારે તાજેતરમાં જ ઋષિકેશ પટેલ સાથે વાતચીત થઈ છે. કાયદાની પ્રક્રિયામાં રહીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાર્દિક હવે ભાજપ તરફથી ધારાસભ્ય બની ચુક્યો છે. આ અંગે અગાઉ હાઇકોર્ટ પણ ભાજપ પર વ્યંગ કરી ચુક્યું છે કે, તમને હવે હાર્દિક વિરુદ્ધના કેસ પાછા ખેંચાઇ જાય તો કોઇ વાંધો નહી હોય.
ADVERTISEMENT