અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. 2017ની ચૂંટણીમાં બદલાવ લાવનાર મુખ્ય 3 ચહેરા આજે ચૂંટણીના મેદાને છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું ભાવિ આજે નક્કી થશે. આ દરમિયાન હાર્દિક પટેલ પત્ની કિંજલ પટેલ સાથે મતદાન કરવા પહોંચ્યો હતો. હાર્દિક પટેલ અને તેમની પત્ની કિંજલ પટેલે મતદાન કર્યું છે. મતદાન બાદ હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપના સાશનમાં જ એક પણ તોફાન નથી થયા. લોકો ઇચ્છી રહ્યા છે કે, શાંતિ સલામતી જળવાઇ રહે. ભાજપ સિવાય કોઇ વિકલ્પ જ નથી.
ADVERTISEMENT
હાર્દિક પટેલ અને તેમની પત્નીએ મંદિરમાં પૂજા-અર્ચાના કરી ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ હાર્દિક પટેલ અને કિંજલ પટેલ મતદાન માટે પહોંચ્યા હતા. હાર્દિક પટેલ અને તેમની પત્ની કિંજલ પટેલે મતદાન કર્યું છે.
ભાજપ સિવાય કોઈ વિકલ્પ જ નથી
હાર્દિક પટેલે કહ્યુ કે, વિરમગામમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ભાજપ તરફી મતદાન કરી રહ્યા છે. લોકો વિચારી રહ્યા છે કે વિકાસના મુદ્દા સાથે જ કામ થઇ રહ્યું છે તે વધુ મજબૂત કરી શકાય. ભાજપના સાશનમાં અનેક વિકાસ કામો થયા છે. ભાજપના સાશનમાં જ એક પણ તોફાન નથી થયા. લોકો ઇચ્છી રહ્યા છે કે, શાંતિ સલામતી જળવાઇ રહે. ભાજપ સિવાય કોઇ વિકલ્પ જ નથી. હાર્દિક પટેલના ધર્મપત્ની કિંજલ પટેલે કહ્યું કે હાર્દિકને કોઈ ચેલેન્જ નથી. એને પડકારો પસંદ છે અને તે જીતી બતાવશે. અમે તો પરિણામોની રાહ જોઈ રહ્યા છે કારણ કે હાર્દિક જરૂર જીતશે.
ADVERTISEMENT