‘ગુજરાતમાં પાટીદારો આ વખતે ભાજપની સાથે છે’, Hardik Patelએ કારણ આપીને શું કહ્યું…

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વિરમગામથી ભાજપે આ વખતે હાર્દિક પટેલને ટિકિટ આપી છે. હાર્દિક વિરમગામનો ગઢ જીતવા માટે પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે એક…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વિરમગામથી ભાજપે આ વખતે હાર્દિક પટેલને ટિકિટ આપી છે. હાર્દિક વિરમગામનો ગઢ જીતવા માટે પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે આ વખતની ચૂંટણી વિશે જણાવ્યું હતું કે, 2017માં ચૂંટણીમાં સ્થિતિ અલગ હતી અને મુદ્દા અલગ હતા. પરંતુ હવે પાટીદારો એક છે. તે PM મોદી સાથે ઊભા છે.

2017ની ચૂંટણીનો મુદ્દો અલગ હતો
એક ન્યૂઝ એજન્સી આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું કે, પાટીદાર એક છે. તેમણે PM મોદીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 2017ની ચૂંટણીમાં મુદ્દો અલગ હતો. 10 ટકા EWS ક્વોટાથી ગુજરાતમાં પટેલો સહિત અન્ય વર્ગોથી ગરીબો અને વંચિતો માટે આરક્ષણનો લાભ વધાર્યો છે. આ વખતે પટેલો ભાજપને પ્રચંડ બહુમત મળે તે નક્કી કરશે.

EWSથી ભાજપને ફાયદો થશે
હાર્દિકે કહ્યું કે, EWSથી ભાજપને ખૂબ ફાયદો થશે. પાછલી વખતે પાટીદાર આંદોલનથી લગભગ 20 સીટો પર પ્રત્યક્ષ રીતે અસર કરી હતી અને ઘણી અન્ય સીટો પર અપ્રત્યક્ષ અસર થઈ હતી. પરંતુ હવે માત્ર પટેલ જ નહીં અન્ય ઘણા સમાજને પણ અનામતનો લાભ મળશે.

કેજરીવાલ વિશે શું કહ્યું?
AAPને લઈને સવાલ પૂછતા હાર્દિક પટેલે કહ્યું કે, તે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીને ભાજપ માટે કોઈ ખાસ પડકાર તરીકે નથી જોતા. કોંગ્રેસ જ પ્રતિદ્વંદ્વી છે, જોકે ચૂંટણીમાં તે ઘણા અંતરથી બીજા નંબર પર રહેશે. તેમણે કહ્યું કે, AAP ચૂંટણી લડવા માટે આઝાદ છે, પરંતુ ભગવાન વિષ્ણુ અને મહેશ પર તેમના નેતાઓની ટિપ્પણીઓએ ગુજરાતના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

    follow whatsapp