સૌરભ વક્તાનિયા/અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાઈ ગયું. મતદાન બાદ સાંજે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા. જેમાં ફરીથી ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાર્દિક પટેલે આ એક્ઝિટ પોલ પર પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 8મી ડિસેમ્બર પછી કોઈ ઉજવણી નહીં પરંતુ ગુજરાતના લોકો માટે કામ શરૂ કરીશું.
ADVERTISEMENT
વિરમગામને ગુજરાતનું બેસ્ટ મોડલ બનાવવાનું ફોકસ
હાર્દિક પટેલે કહ્યું કે, વિરમગામ માટે હજુ ઘણુ કામ કરવાની જરૂર છે. જીતની કોઈ ઉજવણી નહીં પરંતુ 8મીથી અમે ગુજરાતના લોકો માટે કામ શરૂ કરી દઈશું. લોકોએ અમારા પર વિશ્વાસ દર્શાવ્યો છે અને અમારે તેમના ભરોસાને પૂરો કરવાનો છે. હું ભાજપનો સૌથી યુવા ઉમેદવાર છું અને મેં છેલ્લા 5 મહિનામાં ખૂબ મહેનત કરી છે. મારા વિરમગામને હું ગુજરાતમાં સૌથી બેસ્ટ મોડલ બનાવવા માગું છું. ગુજરાત સરકારની સ્કીમ વિરમગામમાં ગ્રાઉન્ડ પર યોગ્ય રીતે લાગુ થાય એ મારી પ્રાથમિકતા હશે.
કોંગ્રેસમાં કેમ નથી ટકી રહ્યા નેતાઓ?
જ્યારે કોંગ્રેસમાંથી નેતાઓ જવા મુદ્દે હાર્દિક પટેલે કહ્યું કે, ચૂંટણી ગુજરાતમાં થઈ રહી છે અને રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. થોડી રાજકારણની સમજ હોવી જોઈએ. તેઓ 17 વર્ષથી લીડર નથી બની શક્યા હવે તમે તેમની પાસેથી શું અપેક્ષા રાખી શકો. ગુજરાતના લોકોએ તેમને વિપક્ષમાં બેસાડ્યા લોકોનો અવાજ ઉઠાવવા માટે, પરંતુ તેમણે કંઈ કર્યું નથી. તેમણે યુવાન આંદોલકારીઓને પોતાના લાભ માટે ઉપયોગ કર્યો. તેમણે વિપક્ષમાં બેસીને કંઈ કર્યું નથી.
AAPનું ગુજરાતમાં ખાતું નહીં ખૂલે!
જ્યારે આમ આદમી પાર્ટી પર કહ્યું કે, મને નથી લાગતું કે AAP ગુજરાતમાં એન્ટ્રી કરી શકશે. મને નથી લાગતું કે AAPને એક સીટ પણ આવશે. AAP માટે એક્ઝિટ પોલ ખોટો હોઈ શકે છે. અમે 150 સીટ મેળવી રહ્યા છીએ.
ADVERTISEMENT