અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તડામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપે પોતાના 160 ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જેમાં વિરમગામ બેઠક પરથી ભાજપે કોંગ્રેસમાંથી છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કરનાર હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે હાર્દિક પટેલે મહત્વની જાહેર કરી છે.
ADVERTISEMENT
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને હંફાવનાર હાર્દિક પટેલ આ ચૂંટણીમાં ભાજપ સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હવે ભાજપે વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલને મેદાને ઉતાર્યા છે. હાર્દિક પટેલે વિધાનસભાની ચૂંટણી જીતશે તો પોતાનો ધારાસભ્ય તરીકેનો પગાર સેવા કાર્યમાં વાપરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા મારફતે કરી છે.
જાણો શું લખ્યું ફેસબૂક પોસ્ટ પર
હાર્દિક પટેલે પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે કે , હું હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના 39- વિરમગામ વિધાનસભાના ઉમેદવાર તરીકે વચન આપું છું કે વિરમગામ4 મંડળ અને દેત્રોજની જનતા મને આશીર્વાદ આપીને જિતડશે તે બાદ ધારાસભ્ય તરીકે આવતો તમામ પાર વિરમગામ, મંડળ અને દેત્રોજની પાંજરાપોળ, ટ્રસ્ટ સંચાલિત મહિલા છાત્રાલયો, શિક્ષણ અને સામાજિક સેવા પાછળ ખર્ચ કરીશ.
8 ડિસેમ્બરે ગુજરાતની સત્તાના સુકાનીની પડશે ખબર
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT