દર્શન ઠક્કર, જામનગર: પેપર લીકકાંડમાં રાજ્યમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ભાજપના નેતાઓએ આ મુદ્દે અકળ મૌન ધારણ કર્યુ છે. કોઈપણ ઘટના મુદ્દે ટ્વિટ પર ટ્વિટ કરતાં ભાજપના નેતાઓએ આ મુદ્દે હજુ સુધી એક પણ ટ્વિટ કર્યુ નથી. ત્યારે રાજ્યભરમાં એનએસયુઆઈ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.આ વચ્ચે આંદોલનકારી નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મૌન તોડ્યું છે. આ તેમણે કહ્યું કે, આરોપીને પકડવામાં આવ્યાં છે ત્યારે કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર આ મામલે ખૂબ કડક છે.
ADVERTISEMENT
રાજ્યમાં હાર્દિક પટેલનું નામ આંદોલનકારી તરીકે લેવામાં આવી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલનો જઅને રાજ યોગ શરૂ થયો હોય તેમ રાજકીય કારકિર્દી શરૂ કરી છે. આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાય અને ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા અને જેમના વિરુદ્ધ સતત આંદોલન કરતાં હતા તે જ પક્ષ ભાજપમાં જોડાયા. અને ત્યાર બાદ ધારાસભ્ય બન્યા. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની આક્રમકતા જોવા નથી મળી છતાં પેપર લીક મામલે હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે. 2018 નાં પાસ આંદોલન નાં એક કેસ માં આજે હાર્દિક પટેલ જામનગર ની કોર્ટ માં હાજર થયા હતાં ત્યારે પેપર લીક વિશે બોલતા હાર્દિક પટેલે કહ્યું કે, આ પ્રકારના બનાવો નાં બનવા જોઈ અને આ અંગે સરકાર ખૂબ ગંભીર છે અને પગલાં લઈ રહી છે. આરોપી ને પકડવામાં આવ્યાં છે ત્યારે કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર આ મામલે ખૂબ કડક છે.
આ પણ વાંચો: પેપર લીક મામલે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ભગવાન શ્રી રામને લખ્યો પત્ર, જાણો શું કહ્યું
કાયદો બનાવવાની કરી વાત
હાર્દિક પટેલે કહ્યું કે, પેપર લીક મામલે અમારી વિધ્યાર્થી પાંખ પણ વિરોધ કરી રહી છે. હું હમેશા એવું માંનું છું કે, પેપર લીક ઘટના રોકવી જોઈએ, જે તે પરીક્ષાઓન પેપર લીક થાય તે અંગે સબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પેપર લીક ઘટના કોઈપણ સંજોગોમાં રોકવી જોઈએ. અને પેપર લીક ઘટનાઓ રોકવા કાયદો બનાવવો પડે તો પણ બનાવવો જોઈએ. અમે સરકારના ભાગીદાર છીએ, છતાં હું કવ છું આ બાબતે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT