‘આઝાદ 50 વર્ષ, સિબ્બલ 35 વર્ષ અને હું બે વર્ષમાં જ કોંગ્રેસની વાસ્તવિકતા સમજી ગયો’, Hardik Patel

અમદાવાદ: પાટીદાર ચહેરા અને ભાજપના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે. અમદાવાદમાં AajTakના ટાઉનહોલ કાર્યક્રમમાં એક સવાલનો જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું…

gujarattak
follow google news

અમદાવાદ: પાટીદાર ચહેરા અને ભાજપના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા છે. અમદાવાદમાં AajTakના ટાઉનહોલ કાર્યક્રમમાં એક સવાલનો જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું કે, આમા તો અમારો ફાયદો છે કે કોંગ્રેસની જે વાસ્તવિકતા સમજવામાં ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલને ક્રમશઃ 50 અને 35 વર્ષ લાગી ગયા, તે હું માત્ર 2 વર્ષમાં સમજી ગયો.

કોંગ્રેસ છોડવાના કારણનો જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું કે, મને કોંગ્રેસે માત્ર નામનો અધ્યક્ષ બનાવી દીધો હતો. અમને ત્યાં કંઈ કરવા દેવામાં નહોતું આવતું. અમારા મુદ્દાને પાર્ટીમાં સ્થાન નહોતું અપાતું. અમે હાલ જે કામ 24 કલાકની અંદર કરાવી રહ્યા છીએ, તે કામ કોંગ્રેસ પાર્ટીમાં કરાવવા માટે આંદોલન કરવાની પરિસ્થિતિ આવી જતી હતી.

અમારા નિર્ણયો ગુજરાતના હિતમાં
હાર્દિક પટેલે કહ્યું કે, 2015માં આંદોલન બાજ જે પાર્ટીમાં અમે ગયા ત્યાં લાગ્યું કે હવે આ ગુજરાત અને ગુજરાતની જનતના હિતોમાં અને ખાસ કરીને ગુજરાતની અસ્મિતા અને ગૌરવ માટે કામ નહીં કરી શકીએ. આથી આજે અમે ભાજપનો ભાગ બની ગયા છીએ. તેમણે એમ પણ જણાવ્યું કે, જે ગુજરાતની અસ્મિતા અને ગૌરવની વાત કરશે તેમને જ લોકોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થશે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાથે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ જોડાયેલું છે. મને ભરોસો છે કે આ વખતે ચૂંટણીમાં ગુજરાતની સાત કરોડ જનતા પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવશે.

AAP વિશે શું કહ્યું?
ગુજરાતમાં આપ ભાજપને પકડાર આપી શકશે કે નહીં તેના પર જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સામે AAP અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ રેસમાં નથી. જોકે કોંગ્રેસ અને AAP વચ્ચે જરૂર લડાઈ રહેશે અને તેનાથી અમને કોઈ ચિંતા નથી.

ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી
નોંધનીય છે કે, ગુજરાતમાં આ વખતે બે વખતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પહેલા ચરણમાં 89 સીટો પર 1લી ડિસેમ્બરે અને બીજા ચરણમાં 93 સીટો પર 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

    follow whatsapp