અમદાવાદ: પાટીદાર આંદોલનના પ્રણેતા અને વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થોય છે. 2018માં થયેલા નિકોલ કેસમાં હાર્દિક પટેલ સામે ચાર્જફ્રેમ થઈ હતી. આ મામલે આજે કોર્ટમાં હાજર થવાનો આદેશ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે કર્યો હતો. જોકે તેમ છતાં આજે હાર્દિક પટેલ ગેરહાજર રહેતા મુદત પડી હતી.
ADVERTISEMENT
ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલને કરી ટકોર
હાર્દિક પટેલની ગેરહાજરી રહેતા ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી કે, ‘અમે મેડિકલ પુરાવા નહીં હાર્દિક પટેલને હાજર રાખવા માટે સમન્સ ઈશ્યૂ કર્યું છે. સમન્સ પાઠવ્યું છતાં હાર્દિક પટેલ ગેરહાજર છે આ નવાઈની વાત છે.’ નિકોલ ઉપવાસ કેસમાં ચાર્જફ્રેમમાં વારંવાર હાર્દિક પટેલની ગેરહાજરીથી મુદત પડતા અન્ય આરોપીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોર્ટમાં જ પાટીદાર આગેવાનોએ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો, સર્વે મુજબ તો.. કમોસમી વરસાદનું વળતર નહીં મળે?
શું હતો મામલો?
વર્ષ 2018માં નિકોલમાં હાર્દિક પટેલ સહિત 9 લોકો આમરણ ઉપવાસ પર બેસવાના હતા. આ પહેલા જ તમામની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે હાર્દિક સહિતના લોકો સામે પોલીસ સાથે ગેરવર્તણુક કરવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં હાર્દિક પટેલની સાથે પોલીસે ગીતા પટેલ અને કિરણ પટેલ સામે પણ ગુનો નોંધ્યો હતો. ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક સામે 100થી વધુ પાનાની ચાર્જશીટ થઈ હતી. કેસમાં 10થી વધુ સાક્ષીઓની પણ જુનાની લેવાઈ હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT