ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023માં પંડ્યા બ્રધર્સ એટલે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાનો જલવો જોવા મળી રહ્યો છે. બંને ભાઈઓએ બે નવી ટીમની કમાન સંભાળી છે. આ રીતે પંડ્યા ભાઈઓએ IPLના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી. હાર્દિક અને કૃણાલની જોડી IPL ઈતિહાસમાં સુકાની કરનાર ભાઈઓની પ્રથમ જોડી બની છે.
ADVERTISEMENT
વાસ્તવમાં આઈપીએલમાં 2022ની સીઝનથી બે નવી ટીમોએ પ્રવેશ કર્યો હતો. આ ટીમો ગુજરાત ટાઇટન્સ (GT) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) છે. પહેલી જ સિઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાતની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ત્યારપછી ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિકે તેની કેપ્ટન્સીમાં પહેલી જ સિઝનમાં ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું.
રાહુલ ઈજાગ્રસ્ત થતા કૃણાલને મળી કેપ્ટનશીલ
હાર્દિકને ગુજરાત ફ્રેન્ચાઈઝીએ 15 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. પરંતુ સ્પિન ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાને લખનૌની ટીમે 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે કૃણાલને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી હતી.
હવે ગુજરાત અને લખનૌની આ IPL 2023ની બીજી સિઝન છે. આ સિઝનમાં, લખનૌની ટીમે 1 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે તેની 9મી મેચ રમી હતી. તે મેચમાં કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં તે ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. આ રીતે લખનઉની ટીમની કેપ્ટનશીપ કૃણાલના હાથમાં આવી ગઈ છે.
મુંબઈથી અલગ થતા બદલાઈ કિસ્મત
લખનૌની ટીમે બુધવારે (3 મે) ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કૃણાલની કેપ્ટનશીપ હેઠળ તેની 10મી મેચ રમી હતી, જે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ મેચમાં 32 વર્ષીય કૃણાલ પંડ્યાએ લખનૌની ટીમની કેપ્ટનશીપ કરી હતી. આ રીતે, હાર્દિક અને કૃણાલની જોડી IPL ઈતિહાસમાં સુકાની કરનાર ભાઈઓની પ્રથમ જોડી બની ગઈ છે.
કૃણાલને તેની 108મી આઈપીએલ મેચમાં પ્રથમ વખત કેપ્ટનશીપ મળી. જ્યારે હાર્દિકને તેની 92મી મેચમાં જ કેપ્ટનશીપ મળી હતી. તમને જણાવી દઈએ કે 2022ની સીઝન પહેલા હાર્દિક અને કૃણાલ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હતા. મુંબઈથી અલગ થયા પછી બંને ભાઈઓનું નસીબ બદલાઈ ગયું.
ADVERTISEMENT