નવી દિલ્હી: વિશ્વભરમાં ફરી એકવાર કોરોનાનો કહેર શરુ થયો છે. ચીનમાં તો સ્થિતિ એટલી હદે વણસી છે કે અંતિમ સંસ્કાર કરવા માટે ખાટલા ખૂટી પડ્યા છે. લોકોને રસ્તા પર સુવડાવીને સારવાર આપવામાં આવી રહી છે. દવાઓ ખુટી પડતા મેડિકલ તો ઠીક દવા બનાવતી ફેક્ટરીમાં લોકોની હકડેઠઠ લાઈનો લાગી છે. એવામાં એક ખળભળાવી દેતા સમાચાર સામે આવ્યા છે. ચીનથી ઈટાલી પહોંચેલી બે ફ્લાઈટના 50 ટકા કરતા વધુ મુસાફરો કોરોના સંક્રમિત થયા છે.
ADVERTISEMENT
ચીનથી ઈટાલી જતી ફ્લાઈટના અડધા મુસાફરો કોરોનાથી સંક્રમિત હોવાનું બહાર આવ્યા બાદ હંગામો મચી ગયો હતો. આ કારણે ચીનથી અન્ય દેશોમાં કોરોના ફેલાવવાનું જોખમ વધુ વધી ગયું છે. ભારત અને અમેરિકા સહિત સાત દેશોએ ચીનથી આવનારા મુસાફરો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ રજૂ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. ચીનથી મિલાન જતી બે ફ્લાઇટમાં મુસાફરો કોરોના પોઝિટિવ મળ્યા છે. એક ફ્લાઈટના 92 પેસેન્જર્સમાંથી 35 એટલે કે 38 ટકા અને બીજી ફ્લાઈટના 120 પેસેન્જર્સમાંથી 62 એટલે કે 52 ટકા પેસેન્જરો કોવિડ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ‘પઠાણ’માં દીપિકાની ‘ભગવા બિકીની’ બદલાશે? સેન્સર બોર્ડે મેકર્સને ફેરફારના સૂચનો મોકલ્યા
ચીને પ્રતિબંધો કર્યા હળવા
ચીનમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ચીનમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓની હાજરી હોવા છતાં ચીન પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે. નવા વર્ષમાં કોવિડના ખતરાનું સ્તર ‘A’ થી ઘટાડીને ‘B’ કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે, કોરોના દર્દીને ક્વોરેન્ટાઇન કરવાની જરૂર રહેશે નહીં. ચીને એ પણ જાહેરાત કરી છે કે તે આવતા મહિને શરૂ થનારી ચાઈનીઝ લૂનર ન્યૂ યરની રજા દરમિયાન વિદેશ પ્રવાસ કરવા ઈચ્છતા લોકોને લાખો સામાન્ય પાસપોર્ટ અને વિઝા ઈશ્યુ કરશે. આનાથી સમગ્ર વિશ્વમાં કોવિડના નવા પ્રકોપનું જોખમ વધી ગયું છે.
ADVERTISEMENT