જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે 2 તબક્કામાં અહીં આયોજન થવા જઈ રહ્યું છે. તેવામાં ભાજપે અત્યારસુધી 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને તક અપાતા હકુભાને ટિકિટ મળી શકી નથી. તેવામાં અગાઉ મીડિયા રિપોર્ટ્સ હકુભા ભાજપથી નારાજ હોવાની અટકળો વહેતી થઈ હતી. એના વિશે મીડિયા સાથેની વાતચીતમાં હકુભાએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે શું કહ્યું એના પર નજર કરીએ…
ADVERTISEMENT
હકુભાએ તમામ અટકળો પર વિરામ મુક્યો..
હકુભા જાડેજાએ કહ્યું કે હું પાર્ટીથી નારાજ નથી. ભાજપ મને જે કંઈપણ જવાબદારી સોંપશે એના પર હું કામ કરીશ અને સ્વીકારતો રહીશ. અગાઉ જે અટકળો હતી કે તેઓ અન્ય પાર્ટી સાથે પણ જોડાઈ શકે છે એના પર પણ પૂર્ણવિરામ હકુભાએ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે પહેલા એવી અટકળો હતી કે હકુભા ભાજપથી નારાજ છે અને કોંગ્રેસ સાથે સંપર્કમાં પણ છે. પરંતુ આજે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કરતા આના પર વિરામ મુકી દેવાયો છે.
ભાજપે હકુભાને મનાવી લીધાની અટકળો…
ઉલ્લેખનીય છે કે ભાજપમાં ઘણા દિગ્ગજો કે જેમને ટિકિટ નથી મળી તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તેવામાં હકુભા જાડેજા પણ નારાજ હોવાની અટકળો હતી પરંતુ આજે એના પર વિરામ મુકાયો છે. જેથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે એવું પણ બની શકે કે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની ટીમે હકુભાને મનાવી લીધા હોય. રિપોર્ટ્સ પ્રમાણે તેમને જામનગરની તમામ બેઠકના ઈન્ચાર્જ બનાવાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જોકે હજુ પણ ભાજપની ડેમેજ કંટ્રોલ ટીમ સતત કાર્યરત હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ADVERTISEMENT