નવી દિલ્હી: ઓનલાઈન છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્કેમર્સ લોકોને ફસાવવા માટે વિવિધ પ્રકારની જાળ ઓનલાઈન ફેલાવે છે. હાલમાં જ નોઈડાથી ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે, જેમાં એક યુઝર સાથે 8.24 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપિંડીનો આ આખો મામલો ઓનલાઈન સર્ચમાં થયેલી ભૂલ સાથે જોડાયેલ છે.
ADVERTISEMENT
દેશભરમાં સાયબર ક્રાઇમના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓનલાઈન ફ્રોડની મોટી ઘટના સામે આવી છે. નોઈડામાં સિનિયર સીટીઝન ડીશવોશર માટે કસ્ટમર કેર નંબર માટે ઓનલાઈન જોઈ રહ્યા હતા. આ દરમિયાન તમની સાથે 8 લાખથી વધુની રૂપિયા તેમના એકાઉન્ટમાંથી સાફ થઈ ગયા. ફરિયાદ મુજબ ઓનલાઈન છેતરપિંડીનો આ મામલો 22 જાન્યુઆરી અને 23 જાન્યુઆરીનો છે. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ શરૂ કરી છે.
કેવી રીતે થયો છેતરપિંડીનો આખો ખેલ?
એફઆઈઆર મુજબ, અમરજીત સિંહ અને તેની પત્ની ગૂગલ પર આઈએફબી ડિશવોશરનો કસ્ટમર કેર નંબર સર્ચ કરી રહ્યા હતા. તેની પત્નીએ ઓનલાઈન સર્ચમાંથી 1800258821 નંબર કાઢ્યો, જે IFB કસ્ટમર કેરના નામે ગૂગલ પર હાજર હતો. જો કે, આ નંબર હવે બંધન બેંકની કસ્ટમર કેર તરીકે દેખાઈ રહ્યો હતો. પીડિતાએ જણાવ્યું કે જ્યારે તેની પત્નીએ આ નંબર પર ફોન કર્યો ત્યારે એક મહિલાએ ફોન ઉપાડ્યો અને તેના સિનિયરને કોલ કનેક્ટ કરવા કહ્યું.
AnyDesk એપ ડાઉનલોડ કરવી પડી ભારે
આ દરમિયાન સિનિયર અધિકારીએ તેની પત્નીને ફોન પર AnyDesk એપ ડાઉનલોડ કરવાનું કહ્યું અને તેની પાસેથી કેટલીક વિગતો માંગી. આ પછી, છેતરપિંડી કરનારાઓએ મહિલાને 10 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનું કહ્યું, જેથી કૅમ્પલેન નોંધાવી શકાય. પ્રક્રિયા દરમિયાન, કૉલ્સ ઘણી વખત ડિસ્કનેક્ટ થયા હતા અને તેઓ પીડિતાને તેના અંગત નંબર પરથી સતત કૉલ કરતા હતા.
તે જ દિવસે સાંજે 4.15 કલાકે વૃદ્ધાના ખાતામાંથી 2.25 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. બીજા દિવસે સવારે તેણે બીજો મેસેજ જોયો, જે રૂ. 5.99 લાખનો હતો. પીડિતાએ આ અંગે પોલીસ અને બેંક બંનેને જાણ કરી હતી. આ પછી તેણે પોતાનું જોઈન્ટ એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું. જો કે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેના ખાતામાંથી ઘણા પૈસા કપાઈ ગયા હતા.
ઓનલાઈન છેતરપિંડીનો આ કિસ્સો નવો નથી. આવા કિસ્સા ભૂતકાળમાં પણ ઘણી વખત જોવા મળ્યા છે. સ્કેમર્સ કેટલીકવાર કસ્ટમર કેરના નામે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઘણા નકલી નંબર રજીસ્ટર કરાવે છે. આ કારણે જ્યારે પણ ગ્રાહક ઓનલાઈન સર્ચ કરે છે ત્યારે તેને આ ફેક નંબર દેખાય છે. જો કોઈ યુઝર તેમની જાળમાં ફસાઈને ફોન કરે છે અને સ્કેમર્સ તેની સાથે છેતરપિંડી કરે છે.
આ પણ વાંચો: પાન મસાલાની એડ કરવીએ મારા જીવનની સૌથી મોટી ભૂલ, જાણો અક્ષય કુમારે કેમ કહ્યું આવું?
ઓનલાઈન ફ્રોડથી બચવા કરો આ કામ
આવા કૌભાંડોથી પોતાને બચાવવા માટે, તમારે ઓનલાઈન સર્ચ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. કોઈપણ નંબર પર કોલ ન કરો, પરંતુ કંપનીની ઓફિસિયલ વેબસાઇટ પરથી કસ્ટમર કેર નંબર મેળવો. તમારા ફોન પર એની ડેસ્ક અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન ક્યારેય ડાઉનલોડ કરશો નહીં. આ સ્કેમર્સને તમારા ડેટાની ઍક્સેસ આપે છે. કસ્ટમર કેર ક્યારેય તમારી પાસેથી પૈસા માંગતી નથી, પરંતુ જો તમારે કોઈપણ સેવા માટે ચૂકવણી કરવી હોય તો પણ તે સેવા પૂર્ણ થયા પછી ચૂકવવી પડે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT