વારાણસીઃ શ્રૃંગાર ગૌરી જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં જજ અજય કૃષ્ણ વિશ્વેસની અદાલતે સોમવારે મોટો ચુકાદો આપી દીધો છે. શ્રૃંગાર ગૌરી પૂજામાં અધિકારની માગ અંગે દાખલ અરજીની સુનાવણીને યોગ્ય ઠેરવી છે. હવે 22 સપ્ટેમ્બરે આ મુદ્દે આગામી સુનાવણી હાથ ધરાશે. આ વચ્ચે મુસ્લિમ પક્ષ હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવી શકે છે. તેવામાં હવે કોર્ટના નિર્દેશમાં થયેલા સર્વે પર પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. જિલ્લા કોર્ટે આ નિર્ણય પછી હિન્દુ પક્ષ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. અને કોર્ટની બહાર મિઠાઈનું વિતરણ પણ કર્યું હતું.
ADVERTISEMENT
અરજકર્તાએ ખુશી વ્યક્ત કરી
સુનાવણી થયા પછી જ્ઞાનવાપી કેસમાં અરજકર્તા સોહન લાલ આર્યે કહ્યું કે આ હિન્દુ સમુદાયની જીત છે. આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે છે. આજનો દિવસ જ્ઞાનવાપી મંદિર માટે શિલાન્યાસનો છે, જેથી અમે બધા લોકોને શાંતિ જાળવી રાખવા અપિલ કરીએ છીએ.
નિયમિત પૂજા કરવાની માગ
હિન્દુ પક્ષ દ્વારા જ્ઞાનવાપી પરિસરામાં સ્થિત શ્રૃંગાર ગૌરી સહિત અન્ય ધાર્મિક સ્થળો પર નિયમિત પુજા અર્ચના કરવાની અનુમતિ આપવા માગ કરાઈ હતી. સુપ્રિમ કોર્ટના નિર્દેશ પર જિલ્લા કોર્ટે આ અંગે કેસ પર વિગતે ચર્ચા થઈ શકે એમ છે કે નહીં એ નક્કી કરવાનું હતું. આ દરમિયાન મુસ્લિમ પક્ષે આ કેસને રદ કરવાની માગ કરી હતી. કોર્ટે મુસ્લિમ પક્ષની દલીલને ફગાવી દેતા પોતાના નિર્ણયમાં કહ્યું કે સિવિલ પ્રક્રિયા સંહિતાના આદેશ 07 નિયમ 11 અંતર્ગત આ કેસમાં સુનાવણી થઈ શકે છે. જેના માટે 22 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરાઈ છે.
5 મહિલાઓએ પૂજા કરવાની અનુમતિ માગી
ઓગસ્ટ 2021માં 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરીમાં પૂજન કરવા અંગે અરજી દાખલ કરી હતી. આ અંગે સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરે કોર્ટ કોર્ટ કમિશનર નિયુક્ત કરી જ્ઞાનવાપીનો સર્વે કરવા માટે આધેશ આપ્યો હતો. આ દરમિયાન હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે સર્વે દરમિયાન શિવલિંગ મળ્યું છે. જ્યારે મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે આ એક ફુવારો છે. ત્યારપછી હિન્દુ પક્ષે વિવાદિત સ્થળને સિલ કરવાની માગ કરી હતી. સેશન કોર્ટે પણ આને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. આના વિરૂદ્ધ મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટ તરફ આગેકૂચ કરી હતી.
ADVERTISEMENT